શહેરના ભાગદોડ ભર્યા જનજીવનમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા વધુમાં વધુ સ્પીડ વાળાં વાહનોનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ભાગદોડ ભર્યા જનજીવનમાં સાઇકલો જાણે વિસરાઇ ગઇ હતી. પરંતુ કોરોનાકાળે લોકોને ફરી સ્વાસ્થ્ય માટે જાગૃત કરી સાઇકલ ચલાવતા કરી દીધા છે. 3 જૂને વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવાશે. શહેરના 73 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી અને હેલ્થ ફ્રેન્ડલી સાઇકલો બનાવી છે.
ફતેગંજમાં રહેતા નિવૃત્ત એન્જિનિયર સુધીર ભાવેએ જણાવ્યુ કે, અમેરિકામાં જોયેલી સાઇકલથી પ્રભાવિત થઇને વડોદરા આવી જાતે જ સાઇકલ બનાવવાની શરૂઆત કરી હતી. પ્રથમ સાઇકલ બનાવતાં 6 મહિના લાગ્યા હતા.સાઇકલ બનાવતાં વિચાર આવ્યો કે લોકોને જિમની અમુક કસરતો પણ સાઇકલ ચલાવતાં થઇ જાય તો જિમના રૂપિયા બચી જશે. તે માટે અવનવી ડિઝાઇનની સાઇકલ બનાવવાની શરૂઆત કરી.
ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની કસરતો થઇ જાય તેવી સ્પોક તેમજ ચેઇન વગરની 7થી 8 સાઇકલ બનાવી છે. તાજેતરમાં બંને વ્હીલમાં એકપણ સ્પોક વગરની સાઇકલ બનાવી છે. આ સાઇકલો બનાવવા પાછળનો હેતુ લોકો સાઇકલ તરફ વળે અને સ્વાસ્થ્ય માટે જાગૃત બને તે રહ્યો છે.
સ્પોક વગરની સાઇકલ
નિવૃત્તિ બાદ 2014માં હું અમેરિકા ગયો હતો. ત્યાં એક સાઇકલ જોઇ હતી. તેની કિંમત 1400 ડોલર હતી. જેથી મેં આવી સાઇકલ જાતે જ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. - સુધીર ભાવે, નિવૃત્ત એન્જિનિયર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.