તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:FYbcom મીડ સેમ પરીક્ષા પૂરી થતાં 4 કલાકમાં રિઝલ્ટ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSUની કોમર્સ ફેકલ્ટી દ્વારા પરિણામની હેટ્રિક
  • 7500 જેટલા વિદ્યાર્થીઓનાં પરિણામો જાહેર

એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટી દ્વારા પરિણામ જાહેર કરવામાં હેટ્રિક વાગી છે. એફવાય બીકોમની મીડ સેમીસ્ટર પરીક્ષા પૂરી થયાના ચાર કલાકમાં પરિણામ જાહેર કરાયું છે. અગાઉ ટીવાય બીકોમ અને એસવાય બીકોમના મીડ સેમીસ્ટરના પરિણામો પરીક્ષા પૂરી થયાના દિવસે જ જાહેર કરાયું હતું.31 મી મે ના દિવસે શરૂ થયેલી એફવાય બીકોમની મીડ સેમીસ્ટર પરીક્ષાઓ 5 જૂનના રોજ પૂરી થઇ હતી. શનિવારે સવારે 10 વાગ્યે પરીક્ષા પૂરી થઇ હતી.

બપોરે 3 વાગ્યે પરિણામ જાહેર કરાયું હતું. એફવાય બીકોમમાં 7500 જેટલા વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરાયા હતા. અગાઉ કોમર્સ ફેકલ્ટી દ્વારા એસવાય બીકોમ અને ટીવાય બીકોમની પરીક્ષાના પરિણામો પણ પરીક્ષા પૂરી થાય તે દિવસે જ જાહેર કરી દેવાયા હતા. એમકોમની પરીક્ષા ના પરિણામો પણ બે દિવસમાં જ જાહેર કરાયા હતા. એક માત્ર કોમર્સ ફેકલ્ટી દ્વારા અત્યાર સુધી પરીક્ષા પૂરી થાય તે દિવસે જ પરિણામો જાહેર કરવાનો વિક્રમ સર્જાયો છે.

એફવાય બીકોમના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકયા ના હતા તે વિદ્યાર્થીઓની એરીયર ટેસ્ટ લેવાશે. મીડ સેમના પરિણામો જાહેર કરી દેવાતાં હવે પ્રથમ સત્ર પૂરું થઇ ગયું છે. રાજય સરકારે એન્ડ સેમ પરીક્ષમાં માસ પ્રોગ્રેશન આપ્યું હોવાથી હવે વિદ્યાર્થીઓનું ફાઇનલ પરિણામ તૈયાર કરી જાહેર કરાશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જે એસવાય બીકોમમાં આવી જતાં નવા સત્રનું શિક્ષણ પણ શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...