તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાયન્સમાં શંકાસ્પદ કોપી કેસમાં 265 વિદ્યાર્થીના રિઝલ્ટ સ્થગિત

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સ ફેકલ્ટીના અેન્ટ્રન્સ ટેસ્ટનાં પરિણામો જાહેર સ્થગિત રિઝલ્ટની તપાસ અનફેરમેન્સ કમિટી કરશે

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં થોડા સમય અગાઉ લેવામાં આવેલી એન્ટરન્સ પરીક્ષાના પરીણામો વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 265 જેટલા વિદ્યાર્થીઓ શંકાસ્પદ કોપી કરતાં જણાઇ આવતા આ વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. સાયન્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના 541 જેટલા વિદ્યાર્થીઓએ બોટની, આંકડાશાસ્ત્ર, ઝુઓલોજી, ફિઝિક્સ, જીયોગ્રાફીએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, મેડિકલ બાયો ટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, મેથ્સ, એમએસસી આઇટીના 600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જયારે બીસીએમાં 1254 વિદ્યાર્થીઓ,સેલએન્ડ મોલીક્યુલર બાયોલોજીમાં 260,બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સમાં 177 તથા એમએસસી એન્વાયરમેન્ટ સાયન્સમાં 118 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુજીમાં 1691 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે પીજીમાં 3748 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન મોડથી એન્ટરન્સ એકઝામ લેવામાં આવી હતી. આ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષાન પરિણામો વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે.

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી 265 જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ પરીક્ષા દરમિયાન ગેરરીતી કરતાં હોય તેવું જણાઇ આવ્યું હતું. ઓનલાઇન પરીક્ષા દરમિયાન મોનીટરીંગ પણ કરવામાં આવ્યું હતું જેના પગલે શંકાસ્પદ હીલચાલ કરતાં વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય. કોપી કેસ કરતાં જણાઇ આવેલા વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. તેમની સામે અનફેરમેન્સ કમીટી તપાસ કરશે અને તેના આધારે નક્કી કરવામાં આવશે કે તેઓ કોપી કરતાં હતા કે નહિ. આ તપાસને ગહન રીતે કરવામાં આવશે.કોઈને અન્યાય થાય નહી અને નિર્દોષ છાત્રને સજા ના થાય તે જોવાશે.

અન્ય સમાચારો પણ છે...