તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધો-10 cbseમાં 3 વર્ષના માર્ક્સને આધારે પરિણામ

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 20 જૂને રિઝલ્ટ, 8 શિક્ષકોની કમિટી બનાવાશે
 • કમિટીમાં અન્ય સ્કૂલના 2 શિક્ષકો પણ હશે

સીબીએસઇ દ્વારા ધોરણ 10ના પરિણામો 20મી જૂને જાહેર કરવામાં આવશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઇ બોર્ડ દ્વારા 14 એપ્રિલે થનારી પરીક્ષા રદ કરાઈ હતી. પરીક્ષાનું આયોજન ન થતાં બોર્ડે નવી અંક નિર્ધારણ નીતિ જાહેર કરી છે, જેના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.

પરિણામો નક્કી કરવા માટે સ્કૂલમાં 8 મેમ્બર્સની ટીમ બનાવવામાં આવશે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ગણિત, સાયન્સ, લેંગ્વેજના શિક્ષકોનો સમાવેશ કરાશે. કમિટીમાં 2 શિક્ષકો અન્ય સ્કૂલના પર રાખવા પડશે. રિઝલ્ટ માટે છેલ્લાં 3 વર્ષમાં સ્કૂલમાં સૌથી સારું પરિણામ જે વર્ષમાં આવ્યું હોય તેને રેફરન્સ યર માનવામાં આવશે. વિષયવાર અંક નિર્ધારિત કરવા પણ આ રીત અપનાવવામાં આવશે. રેફરન્સ યરમાં બોર્ડના તમામ વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ પ્રમાણે પરિણામ મળશે. જોકે વિદ્યાર્થીઓના વિષયવાર માર્ક સરેરાશ કરતા 2 માર્ક ઓછા કે વધારે હોઈ શકે છે.

20 માર્ક આંતરિક મૂલ્યાંકનના જે અગાઉ રાખવામાં આવતા તે પ્રમાણે રહેશે. બાકીના 80% માટે બોર્ડે જે ફોર્મ્યુલા જાહેર કર્યો છે તે પ્રમાણે માર્ક આપવામાં આવશે. રિઝલ્ટ કમિટીમાં એક જ મેનેજમેન્ટ હેઠળ સંચાલિત થતી સ્કૂલુના શિક્ષકો બહારના શિક્ષક તરીકે સામેલ કરી શકાશે નહીં. આ ઉપરાંત એક જ મેનેજમેન્ટની સ્કૂલ પરસ્પર શિક્ષકોની બદલી પણ નહીં કરી શકે. આ સિવાય શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીના વાલી ન હોય તેનું પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો