તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રેસ્ટોરાં, હોટલોને વેરાની માફી તો શાળાને કેમ નહીં:સંચાલકોનો સૂર

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા સંચાલક મંડળે રાજ્ય સરકારને કરેલી રજૂઆત
  • બાળકોના ભાવિનું ઘડતર કરતી શાળાને મુક્તિ આપવા માગ

શાળા સંચાલક મંડળ દ્વારા મિલકત વેરો માફ કરવા માટે માગણી કરવામાં આવી છે. મલ્ટીપ્લેક્ષ,જીમ, હોટલ,રેસ્ટોરાંને મુક્તિ અપાઇ તો બાળકોના ભાવિનું ઘડતર કરતી શાળાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની લાગણી સાથે સંચાલક મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજય સરકાર પાસે શાળાઓના પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવા માટેની માંગણી કરવામાં આવી છે.

શહેર પ્રમુખ આર.સી.પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના પગલે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. શાળાઓમાં બાળકોની હાજરી ન હોવાથી વાલીઓ દ્વારા ફી ભરવામાં પણ અનિયમિતતા છે. શાળાઓમાં 50 ટકા થી વધારે હાળકોના વાલીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ફી બાકી છે. શાળાના સંચાલક મંડળને શિક્ષકો તથા અન્ય કર્મચારીઓના પગાર અને મકાન તથા શાળાના મેદાનની સારસંભાળનો ખર્ચ પણ ફીના ખર્ચમાંથી થાય છે.

શાળા સંચાલકો આર્થિક મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. મલ્ટીપ્લેક્ષ,જીમ,હોટલ,રેસ્ટોરેન્ટ,રીસોર્ટ અને વોટરપાર્કને પ્રોપર્ટી ટેક્ષમાં એક વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે. તથા ઉદ્યોગોને આર્થિક પેકેજ તેમજ ટેક્ષમાં રાહત આપી સહાય કરવામાં આવી છે. શાળાઓ માટે વગર વ્યાજની બેંક લોન પણ આપવામાં આવે તેવી માંગણી પણ કરાવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્થાઓને પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવામાં આવે તથા સરકાર દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવે. અગાઉ છ મહિના પહેલા પણ તાત્કાલીન મેયર જીગીશાબેન શેઠને પણ આવેદન પત્ર આપીને ટેક્ષમાં રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી જોકે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ના હતો. મલ્ટીપ્લેક્ષ,જીમ,હોટલ,રેસ્ટોરેન્ટ,રીસોર્ટ અને વોટરપાર્કને પ્રોપર્ટી ટેક્ષમાં એક વર્ષ માટે મુક્તિ અપાઈ છે તેમ શાળાઓને પણ આ બાબતે મુકિત આપવી જોઈેએ.

અન્ય સમાચારો પણ છે...