શહેરમાં આગામી 18મી તારીખે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા સ્થળ પર મહિલાઓની હાજરી મહત્ત્વની રહેશે. વડોદરાના કાર્યક્રમનું આયોજન માટે સમય માગવા ગયેલા શહેરના સત્તાધીશોને વડાપ્રધાને વડોદરામાં મહિલા સંમેલન યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને પગલે 18 તારીખે કુલ જનમેદનીમાં અગાઉથી જ બે લાખ મહિલાઓને હાજર રાખવાના ટાર્ગેટ સાથે ભાજપ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનોને સભા સ્થળ સુધી લાવવાની જવાબદારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારોને સોંપવામાં આવી છે.
ભાજપના મહિલા મોરચાના અગ્રણીના જણાવ્યા મુજબ દરેક વર્ષમાં 75 હજારથી ઉપરની જનસંખ્યા છે, જેમાંથી 5 હજાર બહેનોને સભા સ્થળ સુધી લઇ જવા માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. બહેનોને જમવા માટે પણ બસમાં જ પેક લંચ આપવામાં આવે તેવું આયોજન હાથ ધરાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા મુખ્ય રહેશે તેવા અણસાર આ આયોજન પરથી જણાઈ રહ્યા છે. ટિકિટની વહેંચણી પ્રચાર અને મતદાન ત્રણે આયામો પર મહિલાઓનું પ્રભુત્વ જોવા મળી શકે છે.
40 હજારથી વધુ લાભાર્થી મહિલાઓને સભા સ્થળે આગળની હરોળમાં બેસાડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ પર અંદાજે બે લાખ મહિલાઓ વડોદરા શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી 31 થાય તેવી શક્યતા છે ત્યારે વડોદરા શહેરમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર 40 હજાર ઉપરાંત બહેનોને આગળની હરોળમાં બેસાડવા માટે નું આયોજન હાથ ધરાયું છે, જેથી વડાપ્રધાન તેમની સાથે સીધો સંવાદ કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.