તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:10મીની લોકઅદાલત મોકૂફ રાખવા વકીલ મંડળનો ઠરાવ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધતા સંક્રમણને ધ્યાને લઇ કારોબારીમાં નિર્ણય
 • મંડળની ઓફિસમાં રસીકરણનું આયોજન કરાશે

વડોદરા વકીલ મંડળના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી કારોબારીની મિટિંગમાં તા.10 એપ્રિલે યોજાનાર લોકઅદાલત મુલત્વી રાખવા સહિતના ત્રણ ઠરાવ પસાર કરવામાં આવ્યાં હતા. જેની નકલ હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજને મોકલી આપવામાં આવી હતી.

વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ડાયરેક્શન હોય તેવા અરજન્ટ કામો જ કોર્ટમાં ચલાવવા જોઇએ. આ ઉપરાંત જે કેસમાં સમાધાન થઇ ગયું હોય અને બન્ને વકીલોની સંમતિ હોય તેવા કામો ચાલુ રાખવા જોઇએ અને અન્ય કામોમાં પક્ષકાર કે, વકીલની ગેરહાજરીમાં જે તે સ્ટેજ યથાવત રાખી આગામી તારીખ પર મુલત્વી રાખવા જોઇએ તે અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉમરના વકીલોને રસી આપી શકાય તે માટે રજીસ્ટ્રેશન શરૂ કરી એડવોકેટ હાઉસ ખાતે રસીકરણનું આયોજન કરવાનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો