એક તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશભરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેની વચ્ચે વડોદરા કોંગ્રેસમાંથી એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે. અને પક્ષમાંથી દેશભક્તિ માટેની લાગણી વ્યક્ત કરતા કાર્યકરોની અવગણના થતી હોવાથી રાજીનામું આપવાનું કારણ દર્શાવી રહ્યા છે.
25 વર્ષથી કોંગ્રેસના કાર્યકર અને શહેર કોંગ્રેસના મહામંત્રી એલ્ડ્રિન થોમસ અને તેમની સાથે પુર્વ વોર્ડ પ્રમુખ પારસ પ્રજાપતિ, વોર્ડ 2ના પૂર્વ ઉમેદવાર મનસુખ સવાણી સહિત 50થી વધુ ઓબીસી સેલના કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે. એલ્ડ્રિન થોમસે આક્ષેપ કર્યા હતા કે, વિધાનસભાની ચૂંટણી સમયે સયાજીગંજ વિધાનસભામાં બે કાર્યક્રમમાં ભારત માતા કી જય અને વંદે માતરમ બોલાવાયા બાદથી જ તેમને આગેવાનો દ્વારા સ્ટેજ પર બોલાવવાના બંધ કરી દીધા હતા. અને તેમની સાથે થયેલા વર્તનને લઈ તેમના દ્વારા રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખને મોકલી દેવાયું છે.
સાથે જ કાર્યકર દ્વારા કોંગ્રેસના આગેવાનોને કામગીરીને લગતા અનેક વખત સુચનો કર્યા હોવા છતાં તે અંગે કોઈ જ માન સન્માન જળવાતું ન હોવાના પણ આક્ષેપ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે. ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતે તેવું મન કાર્યકરોનું હોતંુ જ નથી અને તે પ્રમાણે કામગીરી કરાતી જ ન હોવાના આક્ષેપ પણ થોમસે કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.