કાર્યવાહી:સન ફાર્મા રોડ પર રહીશોને નડતી 25 કેબિનો દૂર કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર અને ભાજપ પ્રમુખ પહેલીવાર સાથે મેદાનમાં
  • સોમવારે પણ આવા જ ઓપરેશનની ગુપ્ત તૈયારી

શહેરના સનફારમા રોડ પર સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી રૂપ કેબીનો દૂર કરાવવા માટે મેયર અને શહેર ભાજપ પ્રમુખે ભેગા મળી ઓપરેશન હાથ ધર્યું હતું અને આગામી સોમવારે પણ આવું જ ઓપરેશન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

સામાન્ય રીતે શહેર ભાજપ સંગઠનના મુખ્ય વડા અને મેયર વચ્ચે ઘણા મુદ્દે તાલમેલ ન હોવાનું અનેક વાર સપાટી પર આવ્યું .જેના કારણે, સ્થાયી સમિતિની બેઠક પૂર્વે મળતી સંકલનની બેઠકમાં મેયર ઘણી વખત ગેરહાજર રહ્યા હતા. જોકે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે દરમિયાનગીરી કરતાં મામલો હાલમાં થાળે પડયો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકસતા રોડ એવા સન ફાર્મારોડ પર સનફાર્મા કંપની આગળ આવેલ ભગવત ચોકડીએ કોઈ ઇસમો દ્વારા 20 થી 25 જેટલા પતરાના ગોડાઉન, નર્સરી, ગેરેજોનું રાતોરાત બાંધકામ કરવામાં આવ્યુ હતું. જેનાથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. શરૂઆતમાં એક ઝૂંપડું,બે ઝૂંપડું કેબીન, ગેરેજ શરૂ કરી આ સંખ્યા ધીરે ધીરે 20 થી 25 પર પહોંચતા વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ગયા હતા. આ દબાણકારો દ્વારા રહીશો સાથેના વારંવાર ઝઘડા, ધાક-ધમકી તથા એકસીડન્ટ જેવા વિવિધ બનાવો અવાર નવાર બનવા માંડ્યા હતા.

આ રહીશો દ્વારા તબક્કાવાર રીતેકાઉન્સીલરો, વોર્ડ સંગઠન, મેયર કેયૂર રોકડીયાને અને ત્યારબાદ શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.વિજય શાહને વિશેષ રજુઆત કરતા શનિવારે સવારે 10 વાગે તમામ કેબિનોના દબાણો દૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...