તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેનનું કામ કરાશે:પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળુ બંધ કરાતાં રહીશોનો વિરોધ

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરના પ્રિય લક્ષ્મી મિલ ગરનાલાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું અને સાથે તેની તોડવાની કામગીરી પણ પ્રારંભ કર્યો હતો. જેના માટે સ્થાનીક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
શહેરના પ્રિય લક્ષ્મી મિલ ગરનાલાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું અને સાથે તેની તોડવાની કામગીરી પણ પ્રારંભ કર્યો હતો. જેના માટે સ્થાનીક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
 • સ્થાનિકોએ છ મહિના ફેરો ફરવો પડશે

રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રિયલક્ષ્મી રેલવે અંડરપાસ બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનના ફાઉન્ડેશન બનાવવાની કામગીરી કરવાની હોવાથી છ મહિના સુધી બંધ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો.શહેરને પશ્ચિમ વિસ્તારને જોડતા રણ વિસ્તારમાં જુદા જુદા રેલવે અંડરપાસ આવેલા છે જેમાં અલકાપુરી અંડર પાસ,જેતલપુર અંડર પાસ, દિનેશ મિલ અંડરપાસ અને પ્રિયલક્ષ્મી અન્ડરપાસ એમ ચાર રેલવે ગરનાળા છે.

આ રેલવે ગરનાળામાંથી રોજના 10 હજારથી વધુ સ્થાનિક નાગરિકો અને રીક્ષા ચાલકો પસાર થાય છે.જોકે, વરસાદી સીઝનમાં આ રેલવે ગરનાળા પાણીનો ભરાવો થતા અવરજવર બંધ કરી દેવી પડે છે. આ સંજોગોમાં, ગેંડા સર્કલ તરફ જવા માટે શાસ્ત્રી બ્રિજના છેવાડા સુધી પહોંચવા માટે પ્રિયલક્ષ્મી ગરનાળા નો ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે.

જોકે,નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રિયલક્ષ્મી મિલ રેલવે ગરનાળા પાસે રેલવે સ્ટેશનના ફાઉન્ડેશનની કામગીરી કરવામાં આવનાર છે. જેથી પ્રિયલક્ષ્મી રેલવે ગરનાળુ 6 મહિના બંધ કરાતા રહીશોએ વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો