દુર્ઘટના:બાજવા-છાણી રોડ પર પીઠામાં આગ લાગતાં રહીશોમાં ગભરાટ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
છાણી બાજવા રોડ પર રહેણાક વિસ્તારમાં આવેલા લાકડાના પીઠામાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી. - Divya Bhaskar
છાણી બાજવા રોડ પર રહેણાક વિસ્તારમાં આવેલા લાકડાના પીઠામાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી.

શહેર નજીક બાજવા ગામમાં છાણી રોડ પર વુડન ફેક્ટરી માં દરવાજા બનાવવા માં આવે છે. મળસ્કે 3:15 વાગે આગ લાગી હતી. જેને પગલે આજુ બાજુના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો એ પોલીસ અને ફાયર વિભાગ ને જાણ થતાં દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. અને ભારે જાન માલ નું નુકસાન અટકાવ્યું હતું અને જવહાર નગર પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી.

ફેક્ટરીમાં ફાયર સેફટી ની કોઈ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિક રહીશો નો આક્ષેપ કર્યો હતો લાકડાનું પીઠું રહેણાક વિસ્તારમાં હોવાથીજો આગ વધારે લાગી હોતો આજુ બાજુ ના વિસ્તાર માં આગ ફેલાવાની શક્યતા હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રહેણાંક વિસ્તારોમાં ચાલતા આવા જોખમી એકમો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ લોકોમાં ઊઠી છે જોકે સદ્નસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી આગને પગલે કેટલું નુકસાન થયું છે તે રકમ જાણવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...