તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દૂષિત પાણી મુદ્દે સોમા તળાવના રહીશોનો પાલિકામાં મોરચો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિનાથી ડ્રેનેજ મિશ્રિત પાણી આવતાં સ્થાનિકો ત્રસ્ત, રજૂઆતો છતાં ઉકેલ નહીં

ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે છતાં ગંદા પાણીની મોકાણ બંધ થઇ રહી નથી. 6 માસથી દૂષિત પાણી આવતાં સોમા તળાવ પાસેના ગણેશ નગરના રહીશોનો મોરચો પાલિકામાં પહોંચ્યો હતો અને મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. સોમા તળાવ પાસે ગણેશનગર 1 અને 2માં 300થી વધુ પરિવારો વસવાટ કરે છે. 6 મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી મળતાં સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર, વૉર્ડ કચેરી અને જવાબદાર અધિકારીને અવાર-નવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ મળ્યું ન હતું.

જેથી પાલિકાની કચેરી ખાતે પહોંચેલા સ્થાનિકોએ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ થકી મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી. ગણેશનગરના રહીશો નાણાં ખર્ચી પાણીના જગ તથા ટેન્કર મગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિસ્તારમાં વર્ષોથી પીવાનું પાણી ઓછું મળવું, પ્રેશર ન હોવું તથા દૂષિત મળવાની સમસ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકાની કચેરી ખાતે મોરચા સ્વરૂપે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...