સમસ્યા:નવી ટાંકી બનતાં સુધી સયાજીપુરા ખાતેના રહીશોને ઓછું પાણી મળશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પૂરું પાડવા માટેના લાઈન નેટવર્ક માટે સ્થાયીમાં દરખાસ્ત
  • બાપોદના ઓજી વિસ્તારને સયાજીપુરા ટાંકીમાંથી પાણી પૂરું પડાશે

સામાન્ય રીતે પાણીની ટાંકી બનાવવામાં દોઢ થી બે વર્ષનો સમય લાગતો હોય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના હાઇવેને સમાંતર આવેલા બાપોદ ના આઉટ ગ્રોથ વિસ્તારના રહીશોને સયાજીપુરા પાણીની ટાંકીમાંથી પાણી પૂરું પાડવા માટેના લાઈન નેટવર્ક ના ખર્ચ ને મંજૂરી આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે. પાલિકા દ્વારા શહેરની આસપાસના ગામોનો પાલિકામાં સમાવેશ કરવા માટે જેટલું ઉતાવળિયું પગલું લેવાય છે.તેટલી જ ઉતાવળથી તે વિસ્તારના વિકાસ માટે કામગીરી કરવામાં આવતી નથી.નવી ટાંકી બનતા સુધી સયાજીપુરાના રહીશોને ઓછું પાણી મળશે.

પાલિકા દ્વારા શહેર નજીકના દરજીપુરા, અણખોલ સહિતના વુડાની હદના ગ્રામ્ય વિસ્તારનો શહેરમાં સમાવેશ તો કર્યો પણ પાંચ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાય પ્રાથમિક સુવિધાઓ આપી શકાઈ નથી. પાલિકામાં સમાવિષ્ટ થતાની સાથે જ આવક તો વધી આવકમાંથી ઓજી વિસ્તારના વિકાસ માટે પાલિકાએ ખર્ચ કર્યો નથી. અણખોલ ગામ(બાપોદ ઓજી) વિસ્તારમાં આવતા તક્ષ ગેલેક્ષી બંગલો,મોલ તેમજ એલએન્ડટી નોલેજ સીટી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા પાલિકા દ્વારા કરાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...