તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કાલુપુરા મટન માર્કેટ પાસે થતી ગંદકીની રહીશો હેરાન પરેશાન

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંસના ટુકડા મોઢામાં લઇ ફરતાં કૂતરાઓનો વધતો ત્રાસ

શહેરની મધ્યમાં ફતેપુરા અને નવા બજાર પાસે આવેલા કાલુપુરા મટન માર્કેટ પાસે થતી ગંદકી મામલે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા છ મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોડ ઉપર માંસના ટુકડા લઈને ફરતાં કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. ડેપ્યુટી મેયરને રજૂઆત કરાતા તેમણે પેટા ભાડુઆત અને ગંદકી અંગે કાર્યવાહી કરવા સૂચન કરવા છતાં પાલિકા કોઇ કાયર્વાહી કરતી નથી.

કાળુપુર મટન માર્કેટ સામે થતી ગંદકી મામલે ડેપ્યુટી મેયર દ્વારા કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે અંગે વોર્ડ નંબર 1 ના ઓફિસર દ્વારા માર્કેટ ઇન્સ્પેક્ટરને લખવામાં આવેલા પત્રમાં આ મટન માર્કેટ ત્રાહિત વ્યક્તિ દ્વારા ચલાવાય છે અને ગંદકી ફેલાય છે જે અંગે કાર્યવાહી કરવા જણાવાયું હતું પરંતુ બે મહિના થવા છતાં ખંડેરાવ માર્કેટ ના માર્કેટ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર સફાઈ કરાવી સંતોષ માનવામાં આવ્યો છે.

આ અંગે વોર્ડ ઓફિસર મહેશ રબારીએ જણાવ્યું હતું કે પેટા ભાડુઆત દ્વારા માર્કેટ ચલાવવામાં આવે છે અમે તેનું દબાણ દૂર કર્યું હતું પરંતુ બાકી ની કામગીરી માર્કેટ શાખા દ્વારા થઈ શકે છે જે અંગે અમે પત્ર લખ્યો છે.

માર્કેટ શાખાના વિજય પંચાલે જણાવ્યું હતું કે કાલુપુરાનું મટન માર્કેટ ચલાવનાર મૂળ માલિકના પરિવારજનો ગુજરી ગયા છે પરંતુ હાલ પેટા ભાડવાત ચલાવે છે તે અંગે ખ્યાલ નથી અમે સફાઈ કરાવી છે આગળની તપાસ કરાવીશું. જયારે ડે. મેયર નંદાબેન જોશીઅે જણાવ્યું હતું કે સફાઈ તો જે તે સમયે કરાવડાવી હતી. પેટા ભાડુઆત અંગે કાર્યવાહી નહીં થઈ હોય તો હું તપાસ કરાવી લઉં છું.

અન્ય સમાચારો પણ છે...