તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે વલખાં:વડોદરાના કલાલી વડસર રોડ પર આવેલા ફોર્ચ્યુન ગ્લોરીના રહીશોએ 8.21 લાખ ભર્યા હોવા છતાં પાણીની લાઈન ન નખાતા લોકોને હેરાનગતિ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી ન મળતાં સોસાયટીના રહીશો વેચાણથી પાણી લેવા મજબૂર થયા છે. - Divya Bhaskar
પાણી ન મળતાં સોસાયટીના રહીશો વેચાણથી પાણી લેવા મજબૂર થયા છે.
  • સોસાયટીના લોકોને પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે

વડોદરામાં મુખ્યમંત્રી દ્વારા એફોર્ટેબલ હાઉસીંગનો એવોર્ડ મેળવનાર શહેરના કલાલી વડસર રોડ આવેલ ફોર્ચ્યુન ગ્લોરીના રહીશો વર્ષોથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. ચાર વર્ષ અગાઉ પાણીની લાઈન માટે રૂપિયા 8.21લાખ ભર્યા હોવા છતાં આજદિન સુધી પાલિકા દ્વારા પાણીની લાઇન નાખવામાં આવી નથી. નોધનિય છે કે, પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધ્યક્ષ આ વોર્ડના હોવા છતાં રહીશોને પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. સોસાયટીના લોકોને પાણી વેચાતું લાવી પીવાનો વખત આવ્યો છે.

184 ફ્લેટ હોલ્ડરોને હેરાનગતિ
શહેરના વહીવટી વોર્ડ નંબર 4 અંતર્ગત આવતા વડસર કલાલી રોડ પર બિલાબોન્ગ હાઈસ્કૂલ પાછળ ફોર્ચ્યુન ગ્લોરી એપાર્ટમેન્ટ આવેલ છે. જેમાં કુલ 184 ફ્લેટ છે. ફ્લેટના રહીશોને ઘણા વખતથી પાણી મળતું ન હોવાથી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુને મળી રજૂઆત કરી હતી. જે બાદ કમિશનરે સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને આપેલી સૂચના હેઠળ ફોર્ચ્યુન ગ્લોરીમાં પાણી નળીકા નાખવાના કામ અર્થે તંત્ર દ્વારા આ માટે સોસાયટીને અલગ અલગ બે ભાગમાં કુલ રૂપિયા 8,21,901 જમા કરવા જણાવવામાં આવ્યું હતું.દરમિયાન સોસાયટીના રહીશોએ તા. 22. 9. 2017ના રોજ આ રકમ ભરી હતી. નાણાં ભર્યા બાદ પાણી આવશે તેવી આશાએ લોકોએ પોતાના અંગત ખર્ચમાં કાપ મૂકીને પૈસા ઉઘરાવી પાલીકામા આ રકમ જમા કરાવી હતી. પરંતુ પાણીનો પ્રશ્ન હલ થયો નહતો.

10માંથી 8 બોર ખાલી
બીજી તરફ સોસાયટીના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે કમ્પાઉન્ડમાં કુલ 10 બોર બનાવ્યા હતા તે પૈકી આઠ ખાલી થઈ ગયા છે. જ્યારે હાલ માત્ર બે બોર કાર્યરત છે. જે પૈકી એક બોરમાં ખારું પાણી આવી રહ્યું છે. જેથી એક સમયે ફોર્ચ્યુન ગ્લોરીના રહીશોને 24 કલાક પાણી મળતું હતું તેના બદલે હાલ માત્ર સવારે અને સાંજે એક એક કલાક પાણી મળી રહ્યું છે. આ સોસાયટીમાં ઝડપથી પાણીની લાઈન નાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ છે.