ડિમોલેશન સામે પ્રદર્શન:વડોદરાના સોનિયાનગર વસાહતના 100 ઝૂપડા તોડી પડાતા રહિશોએ દેખાવો યોજી મકાન આપવા માગ કરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘર વિહોણા થયા હોવાથી ઘર ઝડપથી આપવામાં આવે તેવી માગ કરાઈ હતી. - Divya Bhaskar
ઘર વિહોણા થયા હોવાથી ઘર ઝડપથી આપવામાં આવે તેવી માગ કરાઈ હતી.
  • પાલિકાની કચેરીએ પાલિકા કમિશનરને રજૂઆત કરી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સોનિયા નગર વસાહતના 100 જેટલા ઝૂપડા તોડી પાડવા અંગે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતા ઝૂપડાવાસીઓ મુંજવણમા મુકાઇગયા છે. રહિશોએ જણાવ્યું કે, પહેલાં મકાનો આપો પછી ઝૂપડા તોડો. તેવી માગ સાથે સ્થાનિક રહીશોનો પાલિકાની કચેરી પહોંચ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

નોટિસ બાદ કાર્યવાહી થઈ
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કારેલીબાગ સોનિયા નગર વિસ્તારમાં આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે. સોનિયા નગરના રહેવાસીઓને તાજેતરમાં મકાનોની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. તેમ છતાં તેઓ કોર્પોરેશન અને કલેક્ટરની ખુલ્લી જગ્યા ખાલી કરવામાં આડોડાઇ કરતા હતા. ત્યારે સૌપ્રથમ રૂબરૂમાં કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો . જેથી આખરી નોટિસ આપી હવે સાત દિવસમાં આ પ્લોટો ખાલી કરવામાં નહીં આવે તો કોર્પોરેશન કાર્યવાહી કરશે. તેમ નોટિસમાં જણાવ્યું છે.

સ્થાનિકોએ કહ્યું કે, અગાઉ સસ્તા ભાવે મકાન આપવાની વાત કરીને તંત્ર ફરી ગયું છે.
સ્થાનિકોએ કહ્યું કે, અગાઉ સસ્તા ભાવે મકાન આપવાની વાત કરીને તંત્ર ફરી ગયું છે.

50 હજાર રૂપિયા મગાય છે-રહિશો
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મકાનની ફાળવણીની માટે અગાઉ 21,255 રૂપિયા જમા કરાવવાનું જણાવાયું હતું. દરમિયાન હવે તંત્ર દ્વારા મકાન ફાળવણી માટે 50 હજાર રૂપિયાની રકમ જમા કરાવવા જણાવ્યું છે. હાલ અમારી પરિસ્થિતિ કપરી છે. જેથી અગાઉ નક્કી કરેલા નીતિ-નિયમ મુજબ રૂપિયા 21255 રૂપિયાની રકમ માં પાલિકા મકાન ફાળવે તેવી માંગ કરી હતી.પાલિકા ખાતે પહોચેલા ઝૂપડાવાસીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં સુત્રોચ્ચાર પણ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...