પૌવાવાલાની ગલીની મિલકતનો વિવાદ:ખોટા દસ્તાવેજોથી અંશાતધારાની પરવાનગી મેળવી હોવાનો આક્ષેપ, રહીશોની કલેક્ટરને આવેદન આપી હાઈકોર્ટમાં અપીલ કરવા રજૂઆત

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવાબજાર પૌવા વાલાની ગલીમાં આવેલી હિંદુ વ્યક્તિની મિલકતના વારસદારોએ લઘુમતી કોમના વ્યક્તિઓને મિલકત વેચી ખોટા બનાવટી દસ્તાવેજો અને સાક્ષી ઉભા કરીને અશાંતની પરનાવગીઓ કચેરીમાં તેમજ હાઈકોર્ટમાં રજુ કરી મિલકતનો દસ્તાવેજ બનાવતા સ્થાનિક રહિશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે રજુઆત કરી છે. નવાબજાર પૌવા વાલાની ગલીમાં આવેલા ચોપદાર ફળિયામાં રહેતા રાજેશ કાયસ્થના જણાવ્યા અનુસાર, ચાંપાનેર વિસ્તારને અશાંત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં આવેલી મિલકતના માલિક હીરાલાલ હરિલાલ મોદીના વારસોએ એપ્રિલ 2016માં વડોદરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધાવ્યો હતો. જે દસ્તાવેજ અંગે પ્રાંત અધિકારીની પરવાનગી સામેલ કરવામાં આવી નહતી. આ મિલકત અશાંત વિસ્તારમાં આવેલી હોવાથી તબદિલ અંગેની પરવાનગી દસ્તાવેજ કરતી વખતે ધ્યાને લેવાની હોય છે. જે પરવાનગી ન હોવાથી ખરીદનાર અને વેચનારનો દસ્તાવેજ છોડાવવા માટે તે જ દિવસે પ્રાંત અધિકારીની કચેરીમાં અશાંતની પરવાનગી અંગે અરજી કરવામાં આવેલી હતી. જે અરજી પ્રાંત અધિકારી દ્વારા અપાયેલા હુકમમાં વર્ષ 2017માં નામંજુર કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીના હુકમથી નારાજ થઈને મિલકત ખરીદનાર લઘુમતી કોમના બે ખરીદનારાઓએ અમદાવાદ મહેસુલ સચિવની કચેરીમાં અપીલ કરી હતી. જેમાં પણ અરજદારો દ્વારા ખોટી રજુઆતો,ખોટા સાક્ષી,ખોટા પુરાવા રજુ કર્યાં હતાં. મહેસુલ સચિવ દ્વારા જુન 2018માં અરજદારોની મિલકત તબદીલીની પરવાનગી નામંજુર કરવામાં આવી હતી. જેથી નારાજ થઈ ખરીદનાર બંને વ્યક્તિઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

આમ હાઈકોર્ટમાં ઉપરોક્ત મિલકતોના મુળ માલિકો તેમજ ખરીદનારાઓ દ્વારા ખોટી બનાવટી રજુઆત કરી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ છોડાવવા હુકમ મેળવ્યો છે. આ અંગે જો સરકાર હાઈકોર્ટની બેચમાં અપીલ કરી તો સાચી વિગતો ધ્યાન પર આવે તેવી છે. આ અંગે સ્થાનિક રહિશોએ મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીન અને ધારાસભ્ય મનિશાબેન વકીલને પણ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...