ગેસ બિલની ઉઘરાણી:બકરાવાડીમાં ગેસ જોડાણ કાપવા ગયેલી ટીમ સાથે રહીશોનું ઘર્ષણ,  12.77 લાખની વસૂલાત, 20 કનેક્શન બંધ કર્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશો વિફરતા પાલિકાની ટીમ કામગીરી અધૂરી મૂકી રવાના

શહેરના નવાપુરા વિસ્તારમાં ગેસ વિભાગની ટીમે મંગળવારે સતત બીજા દિવસે બાકી બિલની રૂપિયા 12.75 લાખ વસૂલાત કરી હતી. જોકે બકરાવાડી વિસ્તારમાં વસુલાત કરવા ગયેલી ગેસ વિભાગની ટીમ સાથે સ્થાનિક લોકો ઘર્ષણમાં ઉતારતાં હોબાળો થયો હતો.જેને પગલે ટીમ ઉઘરાણી કર્યા વિના પરત ફરી હતી. શહેરના નવાપુરા વિસ્તારમાં 1,121 ગ્રાહકોના રૂપિયા 3.94 કરોડના બાકી બીલની રકમની વસૂલાત માટે ગેસ વિભાગની ટીમે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં સોમવારે નવાપુરાના અલગ અલગ વિસ્તારોમાંથી રૂ.7.29 લાખની વસુલાત કરી હતી.

જ્યારે મંગળવારે બકરાવાડી, નાડિયાવાસ, વણકરવાસ, રબારીવાડ, ચુનારાવાડ અને માળી મહોલ્લામાંથી બાકી બીલના રૂ. 12.77 લાખ વસૂલ્યા હતા. જ્યારે 20 જેટલા ગેસ કનેક્શન બંધ કર્યા હતા. બકરાવાડી વિસ્તારમાં ગેસ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક કોંગ્રેસના અગ્રણી રાજુ મકવાણા અને હસમુખ પરમારે ગેસ વિભાગની કામગીરીનો વિરોધ કર્યો હતો.

તેઓએ ગેસ વિભાગ પોલીસને સાથે રાખી પઠાણી ઉઘરાણી સાથે રાખી ભયનો માહોલ ઉભો કરતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકોએ ગેસ વિભાગ બાકી બિલ સ્થાનિક લોકોને હપ્તા કરી આપે તેવી માંગ કરી હતી.બકરાવાડીમાં ગેસ બિલની ઉઘરાણી માટે ગયેલી ટીમ સાથે રહીશોનું ઘર્ષણ થતાં પાલિકાની ટીમ પરત ફરી હતી.પોલીસ બંદોબસ્ત હોવા છતાં રહીશોનો રોષ જોઇને વસૂલાતની કામગીરી મુલવતી રાખવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...