અશાંતધારાનો વિવાદ:નાગરવાડાની વાડીના વેચાણ મુદ્દે રહીશોનો ભાજપ ઓફિસે મોરચો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુમતીને મિલકત વેચવા સામે નારાજગી

શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી ડભોઇ દશાલાડ ભવનની વાડી લઘુમતીને વેચવાના સામે શરૂ થયેલો વિરોધ આગળ વધ્યો છે. મંગળવારે મોરચો શહેર ભાજપ કાર્યાલય પર પહોંચ્યો હતો, જ્યાં શહેર ભાજપ પ્રમુખે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.

નાગરવાડા વિસ્તારમાં આવેલી ડભોઇ દશાલાડ ભવનની વાડીનું પંચનામું પોલીસ અને મામલતદાર દ્વારા સોમવારે કરવામાં આવ્યું હતું અને તે કારણે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વાડીને હરાજીમાં વેચાણ કરવામાં આવી હતી અને તેમાં સૌથી વધુ બોલી બોલનાર લઘુમતી કોમની વ્યક્તિ હોવાનું સપાટી પર આવ્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લઘુમતી કોમને આ વાડી વેચવાના વિરોધમાં સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કર્યું છે અને તેના માટે લડત ઉપાડવાનું પણ નિર્ણય લીધો છે.

આ લડતને આગળ ધપાવવા માટે સ્થાનિક રહીશોનો મોરચો શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યો હતો. જ્યાં આ પ્રતિનિધિમંડળે શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ પાસે રજૂઆત કરી હતી અને આ વેચાણ લઘુમતી કોમને ન થાય તે માટે ભાગ મૂકી હતી. બીજી તરફ શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી અને આ વાડી હિન્દુ પાસે જ રહે તે માટે હિન્દુ ખરીદદાર લઈ આવવા માટે આહવાન પણ કર્યુ હતું. તેમણે આ મામલે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...