તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Resident Doctors Have Treated People At The Risk Of Their Lives The Government Should Give Up Ego And Come Up With A Suitable Solution: Arjun Modhwadia

નિવેદન:કોરોના કાળમાં નિવાસી તબીબોએ જીવના જોખમે પ્રજાની સારવાર કરી છે, સરકારે અહંકાર છોડી યોગ્ય ઉકેલ લાવવો જોઇએઃ અર્જુન મોઢવાડિયા

વડોદરાએક મહિનો પહેલા
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સાથે કમાટીબાગ સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી
  • ગુજરાતની સરકાર સામાજિક ન્યાય અને અધિકારોનું હનન કરી રહી છેઃ મોઢવાડિયા

વડોદરા શહેરમાં પ્રજાલક્ષી મુદ્દાઓને લઇ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આજે સામાજિક ક્રાંતિ અભિયાન માટે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કમાટીબાગ સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી. સંકલ્પ ભૂમિની મુલાકાત દરમિયાન બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગ ઉપર ચાલવાના શપથ લીધા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ગુજરાતની સરકાર સામાજિક ન્યાય અને અધિકારોનું હનન કરી રહી છે.

કોરોના વોરિયર્સને આંદોલન કરવું પડે તે દુઃખદ વાત છે
નિવાસી તબીબોની હડતાળ અંગે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, સરકારે જાહેર કરેલા કોરોના વોરિયર્સને આંદોલન કરવું પડે તે દુઃખદ વાત છે. કોરોનાની બીજી લહેરમાં તબીબોએ જીવના જોખમે દર્દીઓની સારવાર કરી છે અને સરકારે અહંકાર છોડીને તબીબોની માંગણી પર વિચાર કરી યોગ્ય ઉકેલ લાવવો જોઇએ. તબીબોના આંદોલનના કારણે દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે.

છેલ્લા 9 દિવસથી પ્રજાલક્ષી મુદ્દાઓને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા
છેલ્લા 9 દિવસથી પ્રજાલક્ષી મુદ્દાઓને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા

માલેતુજારો આદિવાસીઓની જમીનો પર કબજો કરી રહ્યા છેઃમોઢવાડિયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચના અધિકારો છીનવાયા છે અને માલેતુજારો આદિવાસીઓની જમીનો ઉપર કબજો કરી રહ્યા છે. ડો. બાબા સાહેબ આંબેડકરે આપેલા અધિકારો પણ છીનવાઇ ગયા છે. અર્જુન મોઢવાડિયાએ આજે આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી અને સરકારને અપીલ કરી કે, છેવાડાના માણસને ન્યાય મળે તેવી સમાજ માટે સરકારે વ્યવસ્થા ઉભી કરવી પડશે.

દલિત અને આદિવાસી લોકોને ન્યાય અપાવવાનો સંકલ્પ લીધો
પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને કોંગ્રેસના અભિયાનમાં આજે સામાજિક ન્યાય અને અધિકાર માટે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા વડોદરામાં કમાટીબાગમાં સંકલ્પ ભૂમિ ખાતે આવી સંકલ્પ કર્યો હતો કે, સમાજના પછાત અતિ પછાત દલિત અને આદિવાસી લોકો જે સમાજમાં પાછળ રહી ગયા છે. તેમને ન્યાય અપાવી સમાજ સમકક્ષ બનાવી તેમની પ્રગતિ અને ઉત્થાન માટે અમે સર્વ કાર્ય કરીશું.

આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ પ્રજાને પડતી તકલીફોને લઈને લડત આપતી રહશે
આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ પ્રજાને પડતી તકલીફોને લઈને લડત આપતી રહશે

ડો. ભીમરાવ આંબેડકરના માર્ગ પર આગળ વધવાના શપથ ગ્રહણ કર્યાં
સંકલ્પ ભૂમિ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો), વિપક્ષ નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), માજી સાંસદ સત્યજીત ગાયકવાડ તેમજ કોંગ્રેસૃના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે કમાટીબાગ સ્થિત ડો. ભીમરાવ આંબેડકરે ચિંધેલા માર્ગ ઉપર આગળ વધવાના શપથ ગ્રહણ કર્યાં હતા.

કોંગ્રેસ પ્રજાને પડતી તકલીફોને લઈને લડત આપતી રહશે
પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 દિવસથી પ્રજાલક્ષી મુદ્દાઓને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમમાં કોંગ્રેસ પરિવારના સભ્યો જોડાઈ લોકોને પડતી જનવેદનાને વાચા આપી સમાજ માટે લડત આપી હતી. આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ પ્રજાને પડતી તકલીફોને લઈને લડત આપતી રહશે.

ધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગ ઉપર ચાલવાના શપથ લીધા હતા
ધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગ ઉપર ચાલવાના શપથ લીધા હતા
અન્ય સમાચારો પણ છે...