તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની લોલીપોપ:CM કોરોના વોરિયર સન્માન યોજનામાં 25 હજાર માનદ વેતન ન મળતા નિવાસી તબીબોમાં રોષ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

વડોદરા3 દિવસ પહેલા
સયાજી હોસ્પિટલના તબીબોએ મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર દેખાવો કરી ડીનને આવેદનપત્ર આપ્યું હતું
  • સયાજી હોસ્પિટલના તબીબોએ મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર દેખાવો કરી ડીનને આવેદનપત્ર આપ્યું

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનામાં હોસ્પિટલમા સતત 30 દિવસથી વધારે ફરજ બજાવનાર નિવાસી તબીબોને ગુજરાત સરકારે મુખ્યમંત્રી કોરોના વોરિયર સન્માન યોજના અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન ન આપતા સયાજી હોસ્પિટલના તબીબોએ મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર દેખાવો કરી ડીનને આવેદનપત્ર આપ્યું હતું.

નિવાસી તબીબોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
કોરોનાની મહામારીમાં સતત 30 દિવસ સુધી કોરોના દર્દીઓની સેવા અને સારવાર કરનાર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને નિવાસી તબીબો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના જાહેર કરી હતી અને તે અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર શરૂ થવા છતાં સરકાર દ્વારા નિવાસી તબીબોને 25 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં ન આવતા નિવાસી તબીબોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

નિવાસી તબીબોએ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું
દરમિયાન આજે વડોદરા સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો સયાજી હોસ્પિટલ સ્થિત મેડિકલ કોલેજના ડીનની કચેરી પાસે એકઠા થયા હતા અને 25 હજાર રૂપિયા માનદ વેતન આપવા તેમજ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માગણી સાથે દેખાવો કર્યાં હતા. તે સાથે નિવાસી તબીબોએ મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકરને આવેદનપત્ર આપ્યું હતું.

સરકાર દ્વારા હજુ સુધી માનદ વેતન ચૂકવવામાં આવ્યુ નથી
નિવાસી તબીબોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન સતત 30 દિવસથી વધારે કોરોના દર્દીઓની સેવા અને સારવાર કરનાર તબીબોને મુખ્યમંત્રી કોરોના વોરિયર સન્માન યોજના અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે, પરંતુ, સરકાર દ્વારા હજુ સુધી માનદ વેતન ચૂકવવામાં આવ્યુ નથી. નિવાસી તબીબો દ્વારા અવાર નવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ માનદ વેતન ન મળતા નિવાસી તબીબો માં રોષ ફેલાયો છે.

નિવાસી તબીબોને 25 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં ન આવતા નિવાસી તબીબોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
નિવાસી તબીબોને 25 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં ન આવતા નિવાસી તબીબોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો

તબીબો કહે છે કે, આગામી દિવસોમાં ન છૂટકે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે
નિવાસી તબીબોએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન વહેલી તકે ચૂકવવા તેમજ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. આજે આવેદનપત્ર આપ્યા બાદ પણ અમારી માગણીનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ન છૂટકે અમારે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે

સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માટે માગણી
સયાજી હોસ્પિટલના નિવાસી તબીબોએ સરકાર દ્વારા મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન આપવાની કરેલી મોટી મોટી જાહેરાત બાદ નિવાસી તબીબોને વળતર ન મળતા તબીબોએ સરકારે કોણીએ ગોળ લગાડ્યો હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને સરકારને વહેલીતકે 25 હજાર રૂપિયા માનદ વેતન ચૂકવવા તેમજ સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માટે માગણી કરી છે.

દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે માગ પૂરી કરવા માટે સરકારને અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, ત્યારે સયાજી હોસ્પિટલના નિવાસી તબીબોએ કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે પોતાની માગ પૂરી કરવા માટે સરકારને અપીલ કરી છે. જો સરકાર વહેલીતકે માંગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી નિવાસી તબીબોએ ઉચ્ચારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો