MSUની હોમ સાયન્સ ફેકલ્ટીના ફેમેલી એન્ડ કોમ્યુનીટી રીસોર્સ વિભાગની 3 મહિલા પ્રાધ્યપિકાએ રસોડામાં કામ કરતી ગૃહણીને પડતી તકલીફો પર રીસર્ચ કર્યું છે. રસોઇ બનાવતી ગૃહણીઓને પ્લેટફોર્મની હાઇટના પગલે દુખાવો થતો હોવાની સાથે રસોઇ કરતી મહિલા એવરેજ 2 કલાકથી વધારે સમય રસોડામાં વિતાવે છે, પ્લેટફોર્મની યોગ્ય હાઇટ ના હોવાથી, ઉભા ઉભા કામ કરવાથી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તારણમાં બહાર આવ્યું હતું. પ્રાધ્યાપિકાઓએ શહેરની 123 મહિલાઓ સાથે વાત કરીને રિસર્ચ કર્યું હતું.
આધ્યાપિકા ડો.સરજૂ પટેલ, ડો.વાશીમા વીરકુમાર અને સ્મીતા ચંદ્રા દ્વારા ગૃહણીઓને રસોડામાં પડતી મુશ્કેલી વિશે રીસર્સ હાથ ધર્યું હતું. રીસર્ચમાં બાહર આવ્યું હતું કે ગૃહણીઓને રસોડામાં રસોઇ બનાવતી વખતે માનસીક અને ભાવનાત્મક તાણનો સામનો કરવો પડે છે. રસોડામાં એવરેજ એક સમય જમવાનું તૈયાર કરવા પાછળ 2 કલાકથી વધારે સમય મહિલાઓ વિતાવે છે. સૌથી વધુ સમસ્યા મહિલાઓને પ્લેટફોર્મની હાઇટને કારણે જોવા મળી છે.
જેમાં ઘણાં કિસ્સામાં વધારે હાઇટ વાળા પ્લેટફોર્મ અને અમુક કિસ્સામાં ઓછી હાઇટવાળા પ્લેટફોર્મના કારણે સતત ઉભા રહીને જમવાનું બનાવતી મહિલાને ઘૂંટણ, કમર, પીઠ દર્દ જેવા દુખાવા થઇ રહ્યા છે. કીચનના કેબીનેટ ઉંચા હોવાના પગલે તેમાંથી જમવાનું બનાવવાની વસ્તુઓ કાઢવામાં પણ તેમને સમસ્યા થાય છે.
રસોડામાં કામ કરતાં 65 ટકા મહિલાઓને હાથમાં દુખાવાની સમસ્યા
ઉભા ઉભા રાંધવા કરતાં બેસીને રાંધવામાં ઓછી સમસ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. મહિલાઓ પર કરવામાં આવેલા રીસર્ચમાં બહાર આવ્યું હતું કે 80 ટકા મહિલાઓ બેકપેઇનનો સામનો કરી રહી છે, 70 ટકા મહિલાઓને શાકભાજી સહિતની વસ્તુઓ સમારતાં ચપ્પાને કારણે ઇજા થાય છે. 2 કલાક રસોડામાં કામ કરતાં 65 ટકા મહિલાઓને હાથમાં દુખાવાની સમસ્યા છે.
રસોડામાં કામ કરતી વખતે પીડા ઘટાડવા સૂચનો કરવામાં આવ્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.