રેસ્ક્યૂ:અટલાદરામાં ઝડપ માટે જાણીતા બેન્ડિટ રેસર સ્નેકનું રેસ્ક્યૂ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અટલાદરાથી દોડવાની ઝડપ માટે જાણીતો બેન્ડિટ રેસર સ્નેક રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. ગરમી વધવાથી સરીસૃપ બહાર નીકળવાની ઘટના વધી છે. મંગળવારે રાત્રે અટલાદરામાં સાપ દેખાયો હોવાથી રેસ્ક્યૂ કરવા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કોલ આવ્યો હતો.

વોલન્ટિયર્સે ઘટના સ્થળ પર જતાં દોડવાની ઝડપ માટે જાણીતો બેન્ડિટ રેસર સ્નેક જોવા મળ્યો હતો, જેને રેસ્ક્યૂ કરાયો હતો. ડબ્લ્યુઆરટીના પ્રેસિડેન્ટ અરવિંદ પવારના જણાવ્યા પ્રમાણે બેન્ડિટ રેસરને ગુજરાતીમાં ઘઉલો કહે છે. તે બિનઝેરી સાપ છે. આ સાપ ઝડપથી ભાગતો હોવાને કારણે તે બેન્ડિટ રેસર તરીકે ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...