બાંદ્રા જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝન પાસે રાજકીયવાસ અને બોમદરા વચ્ચે આઠ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 24 મુસાફરોને ઈજા પહોંચતી હતી. વડોદરાથી આ ટ્રેનમાં 9 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. વડોદરાથી આબુરોડ માટે એસ 3 કોચમાં એક પેસેન્જર, વડોદરાથી આબુરોડ માટે એસ 4માં બે પેસેન્જર અને એસ 6 કોચમાં વડોદરાથી જોધપુર માટે 6 પેસેન્જરે બોર્ડિંગ કર્યું હતું. જે તમામ સુરક્ષિત હોવાનું રેલવે દ્વારા જણાવાયું હતું.
રદ કરેલી ટ્રેન
3 તારીખે પાલનપુર જોધપુર એક્સપ્રેસ
2 તારીખે સાબરમતી જોધપુર એક્સપ્રેસ
2 તારીખે જોધપુર સાબરમતી એક્સપ્રેસ
2 તારીખે સાબરમતી જોધપુર એક્સપ્રેસ
2 તારીખે જોધપુર પાલનપુર એક્સપ્રેસ
કઈ ટ્રેનના રૂટ બદલાયા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.