રેસ્ક્યૂ:સેવાસી રોડ પરના શાંતિ નિવાસ બંગ્લોઝમાંથી 14 કાચબાનું રેસ્ક્યૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુસૂચી 1માં આવતા ટોરટોઇઝ રાખવા સજાપાત્ર ગુનો

સેવાસી રોડ પર આવેલા શાંતિ નિવાસ બંગ્લોઝમાં રાખવામાં આવેલા ટોરટોઈઝની પ્રજાતિના 14 કાચબાને વન વિભાગે દરોડો પાડીને કબજે કર્યા છે. જ્યારે મકાન માલિકને વનવિભાગની કચેરીમાં હાજર રહેવા માટે અધિકારીઓએ પત્ર દ્વારા જણાવ્યું છે. સ્ટાર ટોરટોઈઝ પ્રજાતિ અનુસૂચી 1માં આવે છે, જેને રાખવા સજાપાત્ર ગુનો બને છે.

વાઈલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ પટેલન બાતમી મળી હતી કે, સેવાસી રોડ પર શાંતિ નિવાસ બંગ્લોઝમાં જમીન પર નિવાસ કરતા કાચબાની સ્ટાર ટોરટોઈઝ પ્રજાતિ રાખવામાં આવી છે. જેના આધારે વનવિભાગની ટીમ, સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત, શ્રી સાઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ પટેલ, કેનાઈન ગ્રૂપ એસોસિયેશનના વિશાલ ઠાકુર, લાઈફ વિથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનના સિદ્ધાર્થ અમીન, વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવાર અને આશિક શેખ દ્વારા રેડ કરવામાં આવી હતી.

બંગ્લામાં તપાસ કરવામાં આવતાં સ્ટાર ટોરટોઈઝનાં 5 નાનાં જન્મેલાં બચ્ચાં, 3 નાનાં બચ્ચાં અને 6 પુખ્તથી મોટા કાચબા સહિત કુલ 14 કાચબા મળી આવ્યા હતા. જેને વનવિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...