હેમખેમ:અમરનાથમાં 11 વકીલોનું 12 હજાર ફૂટ ઊંચાઇએથી રેસ્ક્યૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરનાથના દર્શને ગયેલા શહેરના વકીલોનું રેસ્ક્યૂ કરાયું હતું. - Divya Bhaskar
અમરનાથના દર્શને ગયેલા શહેરના વકીલોનું રેસ્ક્યૂ કરાયું હતું.
  • આર્મીએ વડોદરાના વકીલોને પંચતરણી પહોંચાડ્યા

અમરનાથમાં વાદળ ફાટવાની દુર્ઘટના સમયે દર્શન માટે ગયેલા વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સહિત 11 જેટલા સભ્યોનો આબાદ બચાવ થયો છે. આર્મી જવાનોએ તેમને 12,000 સ્ક્વેર ફીટ ઉપરથી રેસ્ક્યુ કરી પંચતરણી મોકલ્યા હતા.શહેર વકીલ નેહલ સુતરીયાએ જણાવ્યું કે, 11 જણના ગ્રૂપ પૈકી બે લોકો દુર્ઘટનાના દિવસે બપોરે 12 વાગે ગુફાથી પાંચ કિલોમીટર દૂર પંચતરણીથી દર્શન માટે ગુફા વાળા રસ્તે આગળ વધ્યા હતા. અચાનક વાદળ ફાટતાં કેદારનાથ જેવો હાલ થયો હતો. આર્મી દ્વારા તેમને અડધા રસ્તે જ રેસ્ક્યુ કરાયા હતા.

જ્યારે અમને અમે જ્યાં હતા ત્યાં જ અટકાવી દઈને પરત લઈ જવાની કાર્યવાહી કરી હતી. અમને રેસ્ક્યુ કરી બેઝ કેમ્પમાં પંચતરણી લવાયા હતા. જ્યાં લાઇટ કે અન્ય કોઈ વ્યવસ્થા નહોતી. અમે હેલિકોપ્ટર દ્વારા પરત આવવા નીકળ્યા છીએ. દર્શન થઈ શક્યા નથી પણ જીવ બચ્યો તે માટે ભગવાનનો આભાર.ગ્રુપમાં પૂર્વ પ્રમુખ હસમુખભાઈ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકીલ જગદીશ રામાણી, પ્રવીણ જોષી, મગન ઠાકરાની, જયેશ ઠક્કર, જયેશ રામાણીનો સમાવેશ થાય છે.

વધુ એક ગ્રૂપ અમરનાથ જવા માટે રવાના થયું
સમતા સુભાનપુરાનું 22 લોકોનું ગ્રૂપ શનિવારે અમરનાથ જવા રવાના થયું હતું. વર્ષોથી અમરનાથ યાત્રાએ જતા આ ગ્રૂપમાં દર વર્ષે નવા લોકો જોડાય છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના આ ગ્રૂપમાં છાયાપુરી સ્ટેશન ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...