72 મો વન મહોત્સવ:વડનાં વૃક્ષો ઉછેરીને વડનગરી તરીકેની અસ્મિતા ફરી પ્રસ્થાપિત કરવા અનુરોધ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
  • અટલાદરામાં મહિલા- બાળ વિકાસ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ

શનિવારે અટલાદરા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં મહિલા-બાળ વિકાસ મંત્રી વિભાવરી બેન દવેએ વૃક્ષારોપણ કરીને 72 માં વન મહોત્સવ હેઠળ 24 લાખથી વધુ રોપાઓ નું વિતરણ શરૂ કરાવ્યું હતું.તેમને વડના વૃક્ષો વાવી અને ઉછેરીને વડનગરી તરીકેની અસ્મિતા ફરી થી પ્રસ્થાપિત કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર સામાજિક વનીકરણ વિભાગના માધ્યમથી જંગલની બહાર જંગલ ઉછેર કરાવે છે અને વન મહોત્સવ આ પ્રયાસને પ્રોત્સાહિત કરતું આયોજન છે.વન વિસ્તાર બહારના વૃક્ષોની જે સંખ્યા 2004 માં 25.10 કરોડ હતી એ હવે વધીને 39.75 કરોડથી વધુ થઈ છે. આ વર્ષના વન મહોત્સવ હેઠળ 10.10 કરોડ વિવિધ પ્રજાતિઓના રોપાનું દરેક જિલ્લામાં એક પ્રમાણે, 33 વૃક્ષ રથો દ્વારા વિતરણ કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હરિયાળીના સંવર્ધનનું આયોજન કરાયું છે.

રાજ્યનો વન વિસ્તાર 100.33 ચો.કિ.મી જેટલો વધ્યો છે અને દરિયા કાંઠાના રક્ષક ચેર ના વનોમાં સતત વધારો કરનારું ગુજરાત એક માત્ર રાજ્ય છે. રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, દરિયાઈ ખારાશને વધતી અટકાવવા ચેરના વૃક્ષોના વાવેતરમાં દેશભરમાં ગુજરાત અવ્વલ નંબરે છે. કોરોના સમયમાં આપણે ઑક્સિજનનું મૂલ્ય સમજ્યા છીએ, કાઇપણ લીધા વિના આપ્યા જ કરે તે વૃક્ષો છે. મહાદેવની માફક ઝેર સ્વરૂપ કાર્બન ડાયોક્સાઈડ પીને લોકોને ઑક્સિજન પૂરો પાડવાનું કાર્ય વૃક્ષો કરે છે.

અન્ય સમાચારો પણ છે...