પોસ્ટર અભિયાન:વડોદરામાં અભિનેત્રી કંગના રણૌતના સમર્થનમાં રિપબ્લિકન પાર્ટીઃ શહેરના વિવિધ વિસ્તારમાં પોસ્ટર લાગતા સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંગના રણૌતના સમર્થનમાં પોસ્ટર - Divya Bhaskar
કંગના રણૌતના સમર્થનમાં પોસ્ટર

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા બાદ સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રણૌતના સમર્થનમાં વડોદરા શહેરમાં પોસ્ટર લાગ્યા છે. મહત્વનું છે કે અભિનેત્રી કંગના દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંઘ રાજપૂતના હત્યારાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે તેવામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કંગનાના સમર્થનમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને આ પોસ્ટરની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.

મહત્વનું છે કે કંગનાનું સમર્થન કરતા પોસ્ટરમાં લખાયું છે કે કંગના તુમ ડરો મત આર.પી.આઈ તુમ્હારે સાથ હે. આરપીઆઈ પાર્ટીએ એન.ડી.એ નો જ એક ભાગ છે મહારાષ્ટ્રથી શરૂ થયેલું પોસ્ટર અભિયાન વડોદરા સુધી પોહોચ્યું છે. ત્યારે સુશાંત સિંઘ રાજપૂતને લઈને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...