રાજકારણ:શહેરનાં ધારાસભ્યને મંત્રીમંડળમાં ન સમાવવા છેક પ્રદેશમાં રજૂઆત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપમાં ચાલતી જૂથબંધીથી વિવાદનો નવો ફણગો ફૂટ્યો
  • શહેર ભાજપનાં​​​​​​​ 2 અગ્રણીઓ પ્રદેશ પ્રમુખને મળ્યા હોવાની ચર્ચા

​​​​​​શહેર ભાજપમાં અનેક વખત વિવાદો સામે આવ્યા છે. શહેરનાં એક વિધાનસભાનાં ધારાસભ્યને મંત્રીપદ ન આપવામાં આવે તે માટે શહેર ભાજપના બે અગ્રણીઓએ પ્રદેશમાં રજૂઆત કરી હોવાનું ભાજપના જ એક નેતા પાસેથી જાણવા મળ્યું છે. અગ્રણીઓએ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી કે, શહેરનાં એક ધારાસભ્યને મંત્રી પદ આપવામાં ન આવે. એક તરફ નવા મંત્રીમંડ‌ળની રચનામાં વડોદરાના એક પણ ધારાસભ્યનો સમાવેશ કરવામાં નહીં આવતાં કાર્યકરોમાં રોષ છે તો બીજી તરફ વડોદરાના ભાજપના આગેવાનોમાં અંદરોઅંદર એકબીજા પ્રત્યેની નારાજગી સ્પષ્ટ નજરે ચડી રહી છે.

શહેર ભાજપના એક નેતાએ જણાવ્યા અનુસાર બે અગ્રણીઓએ ભાજપના પ્રદેશ પ્રમુખને મળીને રજૂઆત કરી હતી. બંને અગ્રણીઓએ રજૂઆત કરી જણાવ્યું હતું કે, શહેરનાં ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં ન આવે. જોકે આ અંગે પૂછતાં શહેરનાં એક અગ્રણી જણાવી રહ્યાં છે કે, પોતે પ્રદેશ અધ્યક્ષને મળ્યાં નથી અને આ અંગેની કોઈપણ બાબત કોઈ દિવસ કહી શકું નહીં. બીજી તરફ અન્ય એક નેતાએ તો એવું જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે દિવસ રાજ્યની બહાર જ હતા. કોઈને મારાથી કોઈ તકલીફ હશે તેના કારણે આવી વાત ફરતી કરી હશે.

ચૂંટણીમાં વાડીના કાઉન્સિલરોએ અન્ય વિધાનસભામાં પ્રચાર કરતાં વિવાદ થયો હતો
વિધાનસભાની ચૂંટણી સમયે પણ શહેર વાડી વિસ્તારમાં વિવાદ થયો હતો. જેમાં શહેર વાડી વિધાનસભામાં આવતા વોર્ડના કેટલાક કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલરો અન્ય વિધાનસભામાં સક્રિય થયા હતા અને તેના કારણે આ વિવાદ આંખે ઊડી રહ્યો છે. શહેર વાડી વિધાનસભામાંથી ટિકિટ ન મળતાં 5થી વધારે કાઉન્સિલર-આગેવાનો અન્ય વિધાનસભામાં સક્રિય થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...