ઓમિક્રોનનો ત્રીજો કેસ:યુવતીનો યુકે-મુંબઈમાં રિપોર્ટ નેગેટિવ,વડોદરામાં પોઝિટિવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માત્ર 2 વ્યક્તિ સંપર્કમાં આવ્યા,બંને નેગેટિવ
  • તાંદલજાની યુવતીને કોઈ લક્ષણ નહીં, ખાનગી હોસ્પિ.માં દાખલ

વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવ આવેલી તાંદલજાની 27 વર્ષિય યુવતીએ યુકેમાં કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો, જે નેગેટિવ આવતાં તે ભારત આવવા માટે મંજૂરી મળતાં રવાના થઇ હતી. ત્યારબાદ મુંબઇ એરપોર્ટ પર પણ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે બીજા દિવસે તે વડોદરા આવી ત્યારે તેને તાવ આવવા માંડ્યો હતો અને ટેસ્ટ કરાવતાં તે કોવિડ પોઝિટિવ આવી હતી.

આ યુવતી હાઇરિસ્ક કન્ટ્રી (યુકે)થી આવી હોવાથી તેનાં સેમ્પલ જિનોમ સેમ્પલિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં અને તેનો ઓમિક્રોન રિપોર્ટ 20મી ડિસેમ્બર, સોમવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવી ત્યારે તે હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહી હોવાથી તેના સંપર્કમાં માત્ર 2 વ્યક્તિ જ આવ્યા હતા. તેનું ટેસ્ટિંગ 15મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું ત્યારે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હવે તેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ફરીથી ગેંડા સર્કલ પાસેથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હાલમાં તેને કોઇ લક્ષણ દેખાતાં નથી.

10 દિવસમાં જ હોમ ક્વોરન્ટાઇન બમણાથી વધીને 431 થઈ ગયા
શહેરમાં સોમવારે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા 15 દિવસથી કેસો વધી ગયા છે, સાથે જ હોમ ક્વોરન્ટાઇન લોકોની સંખ્યામાં પણ ઝડપભેર વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગોત્રી, ગાજરાવાડી, ડભોઇ, કપુરાઇ અને દિવાળીપુરામાં કેસો નોંધાયા હતા. બીજી તરફ 10 દિવસમાં જ કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલા લોકોની હોમ ક્વોરન્ટાઇન સંખ્યા બમણાથી પણ વધી ગઇ હતી. 11મી ડિસેમ્બરે 208 ક્વોરન્ટાઇન હતા, જે 19મીએ 446 અને 20મીએ 431 થઇ ગયા હતા. આ આંકડો વધતાં હવે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

ગત 23મી નવેમ્બરથી વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ધીમે ધીમે 2500થી વધુ થતાં અને કોરોનાના કેસો વધતાં આ સંખ્યા વધી રહી છે. સોમવારે છેલ્લા એક મહિનાના રેકોર્ડબ્રેક 17 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. કુલ પોઝિટિવની સંખ્યા 72,528 થઇ ગઇ છે. સોમવારે 5210 નમૂનાનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે એક્ટિવ દર્દીની સંખ્યા ઘટીને 99 થઇ ગઇ હતી. વેન્ટિલેટર પર 2 અને ઓક્સિજન પર 2 દર્દી નોંધાયા હતા. વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ પરના દર્દીની સંખ્યા રોજ મહત્તમ 4થી 5ની જ નોંધાઇ રહી છે.

કયા દિવસે કેટલા ક્વોરન્ટાઇન હતા?

તારીખક્વોરન્ટાઇન
19446
18391
17328
16305
15291
14268
13249
12249
11208
અન્ય સમાચારો પણ છે...