કાર્યવાહી:વડોદરામાં શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટ, ખંડેલવાલના કેસરી પેંડા સહિત 23 સેમ્પલ ફેલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાના રિઝ્લટ જાહેર કરવામાં આવ્યાં હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાના રિઝ્લટ જાહેર કરવામાં આવ્યાં હતાં.(ફાઈલ તસવીર)
  • નિઝામપુરાની કલા કેન્દ્ર ફરસાણ માર્ટના પાત્રા સહિતના નમૂના ખાવા લાયક ન નીકળ્યાં

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ માસ, રક્ષાબંધન તથા ગણેશ મહોત્સવ પર્વને ધ્યાનમાં રાખી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોનો સેમ્પલ કબજે કરવામાં આવ્યા હતા. જેમાંથી 23-સેમ્પલ ફેલ થયા છે. નિઝામપુરાની કલા કેન્દ્ર ફરસાણ માર્ટના પાત્રા, ચોખંડીમાં આવેલ ખંડેલવાલ ફરસાણના કેસરી પેડા સહિત અનેક ખાણીપીણીની દુકાનોની ચીજવસ્તુઓ ખાવા લાયક ન હોવાનું પૃથક્કરણમાં બહાર આવ્યું છે.

શ્રાવણ માસમાં સેમ્પ લેવાયાં હતાં
વડોદરા શહેરમાં નગરજનોના સ્વાસ્થ્યની કાળજી હેતુ મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફુડ સેફટી
ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે વર્ષ-2021નાં પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન તેમજ ગણેશ મહોત્સવ દરમ્યાન ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલો પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મીઠાઈના નમૂના પણ ફેલ આવ્યાં
જેમાં 3-નમુના અનસેફ, 5-નમુના મીસ બ્રાન્ડેડ તેમજ 14-નમુના સબ સ્ટાન્ડર્ડ મળી કુલ-22 નમુના ફેલ થયા છે. જેથી બેદરકાર વેપારીઓસામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાએ ચેકીંગ દરમિયાન હળદર, મરચું, મોતીચુર લાડુ ,કેસરી પેંડા ,ભેંસનું દૂધ, ફાલુદા આઈસક્રીમ, કાળા મરી ,ગોળ, ડ્રાય મંચુરિયન વિગેરેના સેમ્પલ મેળવ્યા હતા.