ખળભળાટ:મહિલા કર્મીને છેડનાર ઇજનેરની સસ્પેન્શનની જગ્યાએ બદલી થઇ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ હોબાળો ન કર્યો હોત તો ગંભીર ઘટના ઘટી હોત : લીડર

શહેરના વીજ સીટી સર્કલમાં મહિલા વીજકર્મીની છેડતી કરનાર નાયબ ઇજનેરની બદલી કરાતાં વીજ કંપની આલમમાં ખળભળાટ મચી ગયો છે.વીજ કંપનીના યુનિયને જણાવ્યું છે કે ‘માર્ચમાં એક નાયબ ઇજનેરે મહિલા કર્મીની છેડતી કરી હતી. મહિલા કર્મીએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. ઘટનાને બે માસ થવા છતાં મેનેજમેન્ટે કોઈ પગલાં લીધા ના હતા. ગુનાહિત કૃત્ય કરનાર સામે કોઈ પગલાં ના લેવાતાં વીજ કર્મીઓમાં નારાજગી વ્યાપી હતી.

આ કિસ્સામાં તુરંત જ છેડતીમાં સંડોવાયેલા કર્મી કે અધિકારીને સસ્પેન્ડ કરાય છે. પણ મેનેજમેન્ટ મૌન રહ્યું છે. સતાધીશોએ રજૂઆત અંગે સમય પસાર કરતાં રહ્યા છે. યુનિયનની રજૂઆતને પગલે ડે.ઇજનેરની 6 જૂને બદલી કરાઇ છે. જો સામાન્ય વીજકર્મીએ આ કૃત્ય કર્યું હોત તો તેને સસ્પેન્ડ કરી દેવાત. ડે.ઇજનેર સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહીની રજૂઆત કરાઇ છે. યુનિયનના નેતાએ જણાવ્યું કે ‘જો વીજ કર્મીએ હોબાળો ના કર્યો હોત તો ઘટના ખૂબ ગંભીર બની હોત.

અન્ય સમાચારો પણ છે...