તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકીનો ચમત્કાર:તરસાલીમાં પાણી પ્રશ્ને ખો ખો રમાડતા બે ઇજનેરોની બદલી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયીની બેઠકમાં પાણીની સમસ્યા અંગે આક્રોશ ઠાલવ્યો

શહેરમાં હજુ પણ પાણીની મોકાણ ચાલી રહી છે અને તેમાં તરસાલી માં પાણી માટે બે મહિનાથી કકળાટ ચાલી રહ્યો છે ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં તેના પડઘા પડ્યા હતા અને ભાજપના મહિલા સદસ્ય સ્નેહલ પટેલે આગામી બેઠકમાં જમીન પર બેસવાની ચીમકી આપતા તાત્કાલિક અસરથી દક્ષિણ ઝોનના બે ઇજનેરોને ની બદલી કરાઇ હતી.

તરસાલીની સાંઇધામ નામની સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સ્થિતિ વકરી હતી અને વોર્ડના કોર્પોરેટર સ્નેહલ પટેલ એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ફોલ્ટ શોધવા સૂચના આપતા સવારે જેસીબી મોકલીે ખાડો ખોદયો હતો. બેઠક પૂર્ણ થવાની તૈયારીમાં હતી ત્યારે તેમનો મોબાઈલ રણક્યો હતો જેમાં રહીશે ખાડો ખોદયા બાદ કોઈ આવ્યું નથી અને ક્યારે આવશે તેવો સવાલ કર્યો હતો જેના કારણે આ મહિલા સભાસદે 2 મહિનાથી આ બાબતે નિરાકરણ આવતું નથી તેવો આક્રોશ વ્યક્ત કરી કોંગ્રેસવાળા તો જમીન પર બેસી ગયા હતા તો થાયને આગામી બેઠકમાં મારે પણ બેસવું પડશે તેવી ચિમકી આપી હતી.દક્ષિણ ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર અને આસી. ઇજનેર સંવર્ગના ઇજનેરો ની અગાઉ બદલી થઇ હતી પરંતુ તેનો અમલ થયો નથી તો ક્યાં સુધી આ રીતે કામ કરવાનું તેવી ટકોર પણ કરી હતી. જોકે મહિલા કોર્પોરેટર એ પાણી બતાવતા આખરે સ્થાયી અધ્યક્ષે તાત્કાલિક અસરથી હેમલ રાઠોડ અને સ્મિતેશ પટેલની બદલી કરવા માટે સૂચના આપતાં તુરંત બંને ઇજનેરોની બદલી કરી અન્ય ઇજનેરોને ફરજ પર મૂકયા હતા. આ મામલે સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે મેં નીચે બેસવા ની વાત નથી કરી પરંતુ સ્ટ્રોંગ રજૂઆત કરી હતી.

આ કામ વોર્ડનું છે, કીધું એટલે ત્યાં ગયો
દક્ષિણા ચૌહાણના પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હેમલ સિંહ રાઠોડ રજા પર છે અને અન્ય આસિસ્ટંટ એન્જિનિયર સ્મિતેશ પટેલ ફરજ પર હતા.મિતેશ પટેલ અને જ્યારે સ્નેહલ પટેલ એ ફોન કર્યો ત્યારે તેમને એવો જવાબ મળ્યો કે હેમલ રાઠોડ રજા પર છે અને આ તો કામ વોર્ડનું છે પણ કીધું હતું એટલે ત્યાં ગયો હતો.

કોની ક્યાં તાત્કાલિક બદલી કરી દેવાઇ

ઇજનેરનું નામહાલબદલી
હેમલસિંહ રાઠોડડે.એક્ઝિ.એન્જિ.(દક્ષિણ)ફ્રેંચવેલ
પ્રશાંત પરમારડે.એક્ઝિ.એન્જિ.(ફીડર)દક્ષિણ ઝોન
સ્મિતેશ પટેલઆસી.એન્જિ.(દક્ષિણ)ઉત્તર ઝોન
ધર્મેશ વણઝારાએડી.આસી.એન્જિ.(ઉત્તર)વૉર્ડ ન.3
અન્ય સમાચારો પણ છે...