તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રધ્ધાંજલી:જાણીતા સ્ટેજ શૉ ઓર્ગેનાઇઝર કંચન રાણાનું હૃદયરોગથી નિધન, બોલિવુડના સ્ટાર્સને વડોદરા લાવતા હતા

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના કલાજગતમાં ગમગીની વ્યાપી ગઇ

વડોદરામાં છેલ્લા 45 વર્ષથી વિવિધ ઑરકેસ્ટ્રા શૉ અને મ્યુઝિક્લ નાઇટ્સના આયોજન થકી ફિલ્મી અને સંગીત કલાકારોને વડોદરાની ઓળખ કરાવનાર જાણીતા સ્ટેજ ઓર્ગેનાઇઝર કંચનભાઇ રાણાનું લોકડાઉન દરમિયાન તા.5 મેની સવારે હ્રદય રોગના તીવ્ર હુમલામાં નિધન થયું છે. કંચનભાઇ રાણાના આકસ્મિક નિધનથી કલાનગરી વડોદરાના કલાકારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મિત્રોએ તેમને અંજલી અર્પી હતી.

કંચનભાઇએ 1977 માં વડોદરાના જમાઇ અને હિન્દી-ગુજરાતી ફિલ્મોના પાર્શ્વગાયક સ્વ.મુકેશના ગીત-સંગીતના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. 1975-76 થી શરૂ થયેલી આ સફર દરમિયાન કંચનભાઇ રાણાએ વડોદરામાં દિપક ઓપન એર થિયેટર, ગાંધીનગર ગૃહ, સયાજીરાવ નગરગૃહ સહિત વિવિધ સ્થળોએ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ યોજ્યા હતા. તેમણે સુપરસ્ટાર નાઇટ્સ, બોમ્બે ડિસ્કો, સેવન કલર ઓરકેસ્ટ્રા જેવા પ્રોગ્રામ્સના આયોજન દ્વારા બપ્પી લહેરી, હિન્દી ફિલ્મોના કલાકાર પ્રાણ, મંદાકિની, સચીન, દીપક પરાશર, અનુપ જલોટા, પંકજ ઉધાસને વડોદરા લાવવામાં ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત મ્યુઝિક્લ નાઇટ્સના આયોજન દ્વારા વોઇસ ઓફ મુકેશ ડૉ.કમલેશ અવસ્થી, વોઇસ ઓફ મોહંમદ રફી બંકિમ પાઠક, વોઇસ ઓફ લતા મંગેશકર વંદના વાજપેયીના સફળ કાર્યક્રમો તેમણે યોજ્યા હતા. તેઅો વડોદરાના સ્થાનિક ગાયક કલાકારોના શૉ નું પણ તેઓ આયોજન કરતા હતા.મિમિક્રીના પ્રોગ્રામ્સ શકી હાસ્ય કલાકારો શાહબુદ્દીન રાઠોડ સહિતના કલાકારોને વડોદરા લાવી શહેરીજનોને હસાવીને લોટપોટ કર્યા હતા. લોકડાઉનથી ધંધા-રોજગાર બંધ થવાથી ઓરકેસ્ટ્રા કલાકારોને પણ મુશ્કેલી પડતી હશે તેમ સમજી કંચનભાઇ તેમની સાથે સંકળાયેલા કલાકારોની સતત ચિંતા કરતા હતા. કંચનભાઇના પુત્ર નરેશ રાણાએ જણાવ્યું હતું કે, મૃત્યુની આગલી રાત સુધી તેઓ નિયમિત સાથી મિત્રો અને કલાકારોને ફોન કરીને ખબર અંતર પૂછતા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો