કોંગ્રેસે કહ્યું, નાણાંનો વેડફાટ:શાસક પક્ષના નેતા અને દંડકની ચેમ્બરનું રિનોવેશન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં સ્થાયી અધ્યક્ષની ચેમ્બરમાં પાર્ટિશન સહિતના ફેરફાર
  • સત્તાનો દુરુપયોગ કરી આલિશાન ઓફિસની તૈયારી શરૂ : અમી રાવત

પાલિકાના નવા બોર્ડની રચના થયે સાત મહિના થયા છે ત્યારે શાસક પક્ષના નેતા અને દંડકની ચેમ્બરમાં રીનોવેશન શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.એટલું જ નહીં આગામી દિવસોમાં થાય સમિતિના અધ્યક્ષ ની ચેમ્બરમાં પણ પાર્ટીશન સહિતના ફેરફારો કરવામાં આવશે.

પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 7 બેઠકો આવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલિકામાંથી વિપક્ષનો એકડો ભૂંસી કાઢવામાં આવ્યો હતો અને તેનો વિવાદ હજુ શમ્યો નથી. પાલિકાની વડી કચેરીખાતે આવેલી શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા અને દંડક ચિરાગ બારોટની ઓફીસનું રીનોવેશન હાથ ધરાતા વિવાદ સર્જાયો છે અને આ મામલે કોંગ્રેસના નેતાએ નાણાંનો દુરૂપયોગ અટકાવવા મેયરને પત્ર લખી રજૂઆત કરી છે.

પાલિકાના કોંગ્રેસના નેતા અમી રાવતે મેયરને લેખિતમાં જણાવ્યું હતું કે, પાલિકામાં ભાજપે સત્તાના દુરૂપયોગ કરી જીપીએમસી એકટને ઘોળીને પી જઇ કાયદા વિરુદ્ધ પોતાના નેતાઓને ગાડીની સુવિધા અને આલીશાન ઓફીસ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. લોકશાહીમાં વિરોધપક્ષના નેતાનું મૅયર જેટલું મહત્વ સન્માન અને ગરિમા હોય છે. પરંતું સમગ્ર ગુજરાતમાં ફક્ત વડોદરા ભાજપે વર્ષોથી ચાલતી પ્રણાલી તોડી વિપક્ષી નેતાના પદને માન્યતા આપી નથી.

અન્ય સમાચારો પણ છે...