તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સપોર્ટ:માત્ર 7 ટુલ્સ રાખવા સૂચના આપી લાઇન બોકસ હટાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેનો બોકસ હટાવી બેગ રાખવા ફરી ફતવો

મુંબઇ અને રતલામ રેલવે ડિવિઝનમાં લોકો પાયલોટ અને ગાર્ડ માટે હજુ પણ લાઈન બોકસ ફરજિયાત નથી ત્યારે વડોદરા રેલવે ડિવિઝનમાં સાત ટુલ્સ બોકસમાં રાખવાની સુચના આપીને ગુડસ ટ્રેનના લાઈન બોકસ હટાવી દેવાતાં લોકો પાયલોટ-ગાર્ડમાં નારાજગી વ્યાપી છે.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના આસીસ્ટન્ટ જનરલ સેક્રટરી સંતોષ પવારે જણાવ્યું હતું કે ‘ આ અંગે એમ્પ્લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી જે.આર.ભોંસલે અને શિવગોપાલ મિશ્રાએ રેલવે બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે રેલવે બોર્ડે લાઈન બોકસ અંગેનો જે તે નિર્ણય હવે રેલવે બોર્ડ જ કરશે.તેવું કહ્યું હતું. વડોદરા રેલવે ડિવિઝને સાત ટુલ્સ હટાવી બોકસ લઇ જવાનું લેખિતમાં કહેવાયા બાદ બોકસ જ હટાવી દેવાયું છે.રતલામ અને મુંબઇમાં હજુ પણ આ સિસ્ટમ ચાલુ છે.

બધા સાથે વાત કરીને નિર્ણય લેવાયો છે
પેસેન્જર ટ્રેનોમાંથી લાઈન બોકસ બે વર્ષથી હટાવી દેવાયું છે હવે ગુડસ ટ્રેનમાંથી હટાવવા નિર્ણય લેવાયો છે. ગુડસ ટ્રેનના લોકો પાયલોટ-ગાર્ડ સાથે વાતચીત કરી તેમને વિશ્વાસમાં લેવાયા હતા. > અમીત કુમાર ગુપ્તા,ડીઆરએમ,વડોદરા ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...