આગામી 18મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે. તેઓ એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડથી આજવા રોડ પર લેપ્રેસી ખાતે પહોંચશે. જેના પગલે તેમની કોન્વોયના રૂટ પર આવતા તમામ 11 સ્પીડ બ્રેકરને પાલિકાએ હટાવી લીધા છે.
પાલિકાનાં સૂત્રો મુજબ આગામી 18મી તારીખે નરેન્દ્ર મોદી વડોદરા આવશે. તેઓએ લેપ્રેસી મેદાન ખાતે 4થી 5 લાખ લોકોને સંબોધશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેઓ એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડ મારફતે પોતાના કોન્વોય સાથે લેપ્રેસી મેદાન ખાતે પહોંચશે ત્યારે તેમના રૂટના રિંગ રોડ પર 11 સ્પીડ બ્રેકર હતા. જેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીએમના પ્રોટોકોલ મુજબ તેમના રૂટમાં એક પણ સ્પીડ બ્રેકર હોવું ન જોઈએ.
RTOને 1000 વાહનનું ટાર્ગેટ
વડોદરા આરટીઓ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવનાર જંગી જનમેદનીને સભાસ્થળ સુધી લાવવા માટેની 1000 બસની વ્યવસ્થાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે કરવા માટે આ માટે આરટીઓ દ્વારા કંપનીમાં કાર્યરત બસ, શાળાઓની બસ અને ખાનગી બસો સાથે એસ.ટી.વિભાગના પણ સહયોગ લેશે તેવું જાણવા મળ્યું છે.
મોદીનું 71 ફૂટ ઊંચુ કટઆઉટ સરદાર એસ્ટેટ પાસે મુકાશે
વડોદરામાં 18મી તારીખે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર 71 ફૂટ ઉંચુ કટ આઉટ મૂકવાનું આયોજન હાથ ધરાયું છે આ સાથે જ શહેરના વિવિધ મોલ ખાતે 30ફુટ જેટલી મોટી રંગોળી બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.