પડકારજનક સર્જરી:કોઇપણ વાઢકાપ વિના મહિલાના પિત્તાશયમાંથી 80 પથરીઓ કાઢી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મહિલાની સફળ સર્જરી કરાઇ હતી. - Divya Bhaskar
પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં મહિલાની સફળ સર્જરી કરાઇ હતી.
  • પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં પડકારજનક સર્જરી
  • મધ્યપ્રદેશની મહિલાને 2 મહિનાની પીડામાંથી મુક્તિ મળી

વાઘોડિયાની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટોમોલોજી ટીમે પડકારજનક કેસમાં 50 વર્ષની મહિલા દર્દીના પિત્તાશયમાંથી એક પણ ચીરા વિના 80 પથ્થરો દૂર કર્યા હતા.પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક પડકારજનક અને રસપ્રદ કેસ સામે આવ્યો હતો. મધ્યપ્રદેશની એક મહિલા દર્દી સતત બે મહિનાથી તેને પેટમાં દુખાવાની ફરિયાદ લઇ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવી હતી. જ્યાં ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગમાં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

ત્યાંના તજજ્ઞોએ મહિલા દર્દીના પિતાશયમાં અનેક પથ્થર હોવાની શંકા જણાતા તેઓએ સમય બગાડ્યા વિના એન્ડોસ્કોપીક રેટ્રોગ્રેડ કોલેગિયો પેન્ક્રેટોગ્રાફી પ્રક્રિયાની યોજના બનાવી હતી. હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડૉ. ધવલ દવે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પિત્તરસ વ્યવસ્થાને સંપૂર્ણપણે પથ્થરોથી ભરેલી જોઈને તેઓ એક તબક્કે ગભરાયા હતા. ત્યારબાદ તેઓએ દર્દીના ઇન્ટ્રાહેપેટિક ડકટ, હેપેટિક ડકટ અને સામાન્ય પિત્ત નળીઓમાંથી પથ્થરોને દૂર કરવાનું શરૂ કર્યું હતું. તબીબોએ વિવિધ કદના લગભગ 80 પથ્થર દૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...