તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા 9 દિવસમાં વડોદરામાં 3000થી વધુ કોરોના કેસો આવ્યા છે અને ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે શહેરમાં જીવનરક્ષક રેમડેસિવિર ઇન્જેક્શનોની અછતના ઓછાયા સર્જાયા છે. હોસ્પિટલોની પણ છેલ્લા 5 દિવસથી રેમડેસિવિર ઇન્જેક્શન માટેની દોડધામ વધી ગઇ છે. જે હોસ્પિટલોથી દર્દીની સંખ્યા મુજબના ઇન્જેક્શનની વ્યવસ્થા નથી થઇ રહી તે દર્દીઓના પરિવારજનો પાસે મગાવતાં પરિસ્થિતિ કથળી રહી છે.
ગત 23મી એપ્રિલે શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.દ્વારા રૂ.1680માં રેમડેસિવિર ઇન્જેક્શન પૂરા પાડવાની જાહેરાતના 12 દિવસમાં જ આ હાલત થઇ ગઇ છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આ અછત કૃત્રિમ છે તેવો દવા બજારમાં જ ગણગણાટ થઇ રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શનની કથિત અછતના મુદ્દે જ્યારે ભાસ્કરે દવાબજાર, હોસ્પિટલો-તબીબો સાથે વાતચીત કરી તો હકીકત બહાર આવી કે, આ અછત હાલના તબક્કે કૃત્રિમ હોવાની શક્યતા છે. પેચિદો પ્રશ્ન એ ઊભો થયો છે કે, રોજનો 2000 ઇન્જેક્શનનો જથ્થો આવે છે, હાલમાં વધીને 3500 જેટલા ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ સ્થિતિમાં દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે.
દવાબજારના આગેવાન મનીષ પટેલે સોમવારે મીડિયા સમક્ષ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું કે, વડોદરાથી રેમડેસિવિર અન્ય શહેરોમાં જઇ રહ્યાં છે તે બંધ થવા જોઇએ. દવા બજારમાં રિટેઇલરોને અઠવાડિયે 24 રેમડેસિવિર ઓછામાં ઓછા અપાવા જોઇએ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી જેપી પટેલે જણાવ્યું કે, ‘હાલમાં રોજનો સરેરાશ 2000નો જથ્થો આવે છે,દર્દીઓને તબીબો જો જરૂરિયાત મુજબ આપે તો સ્થિતિ નિયંત્રણમાં આવી શકે તેમ છે.’
કોને કેટલા આપવા તેની પોલિસી જ નથી
વડોદરાના એક અગ્રણી તબીબે જણાવ્યું કે, ‘રેમડેસિવિર માટે છેલ્લા ચાર-પાંચ દિવસથી અમે દોડધામ કરી રહ્યાં છીએ. કોને કેટલો જથ્થો આપવો તેની કોઇ પોલિસી જ નથી. અગાઉ હોસ્પિટલોને સીધો જ જથ્થો અપાતો હતો, હવે સ્ટોકિસ્ટ્સ પાસે જાય છે. આજે તપાસ કરો કે હોસ્પિટલો પાસે પણ જથ્થો નથી, રિટેઇલરો પાસે પણ નથી. સરકારે આ અંગે નિયમો ઘડવા જોઇએ અને સેન્ટ્રલ કમિટી શહેર દીઠ બનાવી જોઇએ અને તેને રેમડેસિવિરના ડિસ્ટ્રિબ્યૂશનની જવાબદારી આપવી જોઇએ.’
હાલ તો હોસ્પિટલોમાં મોટો જથ્થો જાય છે
રેમડેસિવિર ઇન્જેકશનનો પૂરતો જથ્થો વડોદરામાં આવે છે પણ તેમાંથી મોટા ભાગનો હોસ્પિટલોમાં જ જાય છે. હાલમાં 5000 ઇન્જેક્શન આવતાં હોય તો ગંભીર દર્દી 3300 છે. જો વધુ દર્દીઓ હોય પણ જથ્થો તેની સામે પૂરતો હોય છે. રિટેઇલરોને પૂરતાં ઇન્જેકશન અપાઇ રહ્યાં નથી ત્યારે બાકીના ઇન્જેકશન ક્યાં જાય છે તેની તપાસ થવી જોઇએ. > અલ્પેશ પટેલ, પ્રમુખ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન
હોસ્પિટલોમાં સ્થિતિ હજી કાબૂમાં છે
રેમડેસિવિરની અછત છે જે દર્દીઓ વધવાને લીધે છે પણ હજી સ્થિતિ કાબૂમાં છે. અમે હોસ્પિટલો અંદરોઅંદર આ ઇન્જેક્શનને મેનેજ કરી લઇએ છીએ. રૂ.1680ના ઇન્જેક્શન મળતા નથી.કોઇ હોસ્પિટલ કોઇ બકંપનીના જ રેમડેસિવિર અંગે દર્દીના પરિવારને દબાણ કરતું હોય તો તે અનૈતિક છે. કોઇ પણ કંપનીના ઇન્જેક્શન અસરકારક જ હોય છે. > ડો. કૃતેશ શાહ, પ્રમુખ, ‘સેતુ’ હોસ્પિટલ એસો.
સ્ટોરમાં પણ રેમડેસિવિર નથી, દર્દીઓની સંખ્યા વધતાં ઇન્જેક્શન ઓછાં પડી રહ્યાં છે
હાલમાં દર્દીઓની સંખ્યા વધી છે તેથી રેમડેસિવિર ઇન્જેક્શન ઓછાં પડી રહ્યાં છે. રૂ.1680માં રેમડેસિવિર આપવાની ભ્રામક જાહેરાત કરીને લોકોને ભરમાવામાં આવી રહ્યાં છે. તમે 10 મેડિકલ સ્ટોરમાં જઇને જાતે તપાસ કરી શકો છો. અમને પણ હાલમાં ઇન્જેકશન માટે તકલીફ પડી રહી છે. > ડો. મિતેશ પટેલ, સવિતા હોસ્પિટલ
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.