કાર્યક્રમ:DRM ઓફિસને 100 વર્ષ થતાં વિશેષ કવરનું પ્રકાશન

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાવપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશેષ કવરનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
રાવપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશેષ કવરનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.
  • રાવપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે કાર્યક્રમ યોજાયો

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 7 ઓક્ટોબરે રાવપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે રેલવે વ્યવસ્થાપકની ઓફિસને 100 વર્ષની ઉજવણીના સંબંધે વિશેષ કવરનું પ્રકાશન કરાયું હતું. આ વિશેષ કવર સાઉથ ગુજરાત રિજિયનના ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ અનસુયા પ્રસાદના હસ્તે કરાયું હતું. આ કવરનું વિશેષ મહત્ત્વ છે.

જેમાં 1 ઓક્ટોબર, 1921ના રોજ બરોડા સ્ટેટ રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ખૂલ્યો હતો. જેમાં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેેએ મુખ્યમથક પ્રતાપ નગર બનાવી નેરોગેજ સિસ્ટમની શરૂઆત કરી હતી. 15 ઓગસ્ટ, 1956ના રોજ આ મથક પ. રેલવેના વડોદરા ડિવિઝનનું મુખ્ય મથક બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...