તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Release Of Kuber Bawni Shiv Bhajan CD By Giri Bapu In Vadodara, Giri Bapu Said: 'Kuber Bhandari Temple Is A Center Of Faith For Millions Of Shiva Devotees'

સીડીનું વિમોચન:વડોદરામાં ગિરિ બાપુના હસ્તે કુબેર બાવની-શિવ ભજન સીડીનું વિમોચન, ગિરિ બાપુએ કહ્યું: 'કુબેર ભંડારી મંદિર લાખો શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે'

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગિરિ બાપુએ કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેરેશ્વર શિવધામને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી શિવ સાધના વીડિયો સીડીનું વિમોચન કર્યું - Divya Bhaskar
ગિરિ બાપુએ કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેરેશ્વર શિવધામને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી શિવ સાધના વીડિયો સીડીનું વિમોચન કર્યું
  • સીડી નિર્માણમાં યોગદાન આપનાર કલાકારો અને કસબીઓનું ગિરિ બાપુના હસ્તે સન્માન કરાયું

શિવ નામ સ્મરણને જીવન મંત્ર બનાવવાની પ્રેરણાના સ્રોત ગિરિ બાપુએ કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેરેશ્વર શિવધામને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી શિવ સાધના વીડિયો સીડીનું વિમોચન કર્યું હતું. આ સીડીમાં સ્વ.મધુસૂદન પુરોહિત રચિત અજોડ કુબેર બાવની, શિવ ભજનો, લિંગાષ્ટકમ અને રુદ્રીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કરનાળી કુબેર ધામના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યા અને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી નિરંજન વૈદ્ય અને ગાયક જીગ્નેશ શાહ અને તેમના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવભક્ત સુરેશભાઇ પટેલ દ્વારા આ શિવ ભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સીડી નિર્માણમાં યોગદાન આપનાર કલાકારો અને કસબીઓનું ગિરિ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કુબેર ભંડારી મંદિર લાખો શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે
આ પ્રસંગે ગિરિ બાપુએ જણાવ્યું હતું કે, માં નર્મદાના બંને તટે ઋષિ મુનિઓ અને દેવતાઓના કરકમલોથી અનેક શિવલિંગની સ્થાપના થઇ હોવાનો શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે. કુબેર ભંડારી મંદિર લાખો શિવભક્તો માટે આસ્થા સાથે દિવ્યતાથી ભરપૂર મંદિર છે. કુબેર બાવની શિવ ભક્તો સહિત સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ નીવડશે. દેવોના દેવ ભગવાન શિવ સૌની રક્ષા અને શ્રેય કરે એવા શુભાશિષ તેમણે પાઠવ્યા હતા.

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તો એ પરમ આનંદની વાત હશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો ગૌ સેવા કરે છે તેવા લોકોને જ શિવ મંદિરમાં નંદિની પૂજા કરવાનો અધિકાર છે. ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવશે તો એ પરમ આનંદની વાત હશે.

સીડી નિર્માણમાં યોગદાન આપનાર કલાકારો અને કસબીઓનું ગિરિ બાપુના હસ્તે સન્માન કરાયું
સીડી નિર્માણમાં યોગદાન આપનાર કલાકારો અને કસબીઓનું ગિરિ બાપુના હસ્તે સન્માન કરાયું

શિવ ભક્તો માટે કુબેર બાવની આશીર્વાદરૂપ નીવડશે
કુબેર ભંડારી મંદિર કરનાળીના રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, કુબેર બાવનીની રચના કરવાની પ્રેરણા કવિ હૃદય સ્વ.મધુસૂદન પુરોહિત પાસેથી મળી હતી. રણછોડ અને દત્ત બાવની સમગ્ર ગુજરાતમાં પ્રચલિત થઈ છે, ત્યારે શિવ ભક્તો માટે કુબેર બાવની આશીર્વાદરૂપ નીવડશે.

કુબેર દાદાના દર્શન કરી કંઈક પામ્યા છે
તેમણે ઉમેર્યું હતું કે, કળિયુગમાં જેમની પાસે સંતતિ અને સંપત્તિ નથી એવા લાખો ભક્તો કુબેર દાદાના દર્શન કરી કંઈક પામ્યા છે. નારદ ભગવાનના કહેવાથી દેવોના ખજાનચી કુબેર દાદાએ અહીં તપ કર્યું હતું. સનાતન ધર્મમાં દેવી-દેવતાની પૂજાના અંતે મંત્ર પુષ્પાંજલિમાં કુબેર દાદાનું સ્મરણ અવશ્ય લેવું પડે એવું ભગવાન શિવે વરદાન આપ્યું છે. કુબેર દાદા સૌને સુખ સંપતિ અને ઐશ્વર્ય આપે એવા આશીર્વચન તેમણે પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...