નવું આકર્ષણ:વડોદરા પ્રાણી સંગ્રહાલયનો નવી ડિઝાઈન સાથે કાયાકલ્પ કરવાની કામગીરી, જૂનાગઢથી બે સિંહબાળ લાવવાની તૈયારી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાણી સંગ્રહાલય નવી ડિઝાઈન પ્રમાણે તૈયાર કરવામાં આવશે. - Divya Bhaskar
પ્રાણી સંગ્રહાલય નવી ડિઝાઈન પ્રમાણે તૈયાર કરવામાં આવશે.
  • વૃક્ષો ન કાપવા પડે તે પ્રકારની ડિઝાઈન તૈયાર કરાઈ

વડોદરામાં જોવા લાયક ફરવા લાયક એક માત્ર એવા સયાજીબાગ ખાતે પ્રાણી સંગ્રહાલય નવું બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે પર્યટકોને આકર્ષવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ કામગીરી ચાલી રહી છે. આ સયાજી બાગના પ્રાણી સંગ્રહાલયમાં હવે વધુ બે સિંહના બચ્ચા જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

પ્રાણી સંગ્રહાલયની ડિઝાઈન બનાવાઈ
સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન પ્રમાણે પ્રાણીઓ અને પક્ષીઓ રહી શકે તે પ્રમાણેના પિંજરા બનાવવામાં આવી રહ્યા છે. સયાજી બાગમાં અનેક વૃક્ષો હતા તે પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે કાપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડો. વિનોદ રાવ અને ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે વૃક્ષો બચાવીને પર્યાવરણને ધ્યાનમાં રાખી નવા પ્રાણી સંગ્રહાલયની ડિઝાઇન બનાવી હતી.

પક્ષીઘરનું આયોજન
હાલમાં પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘરનું આયોજન થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં આવેલા સયાજીબાગમાં રોજ અસંખ્ય પર્યટકો મુલાકાત લે છે., તેઓને આકર્ષવા માટે તાજેતરમાં સફેદ વાઘ લાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં વિલંબ થયો છે. હવે જુનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી નાના બાળ સિંહ અને સિંહણની જોડી આગામી દિવસોમાં લાવવામાં આવનાર છે. વડોદરા સયાજી બાગના પ્રાણી સંગ્રહાલય ખાતે નવા બનાવવામાં આવેલા પિંજરામાં આ બે થી ત્રણ વર્ષના બે બાળ સિંહને રાખવામાં આવશે. જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.