તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા લવજેહાદ:ખ્રિસ્તી હોવાની ઓળખ આપી શિક્ષિકા સાથે લગ્ન કરી ધર્માંતરણ કરવાના કેસમાં મૌલવીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • લવજેહાદનો કાયદો બન્યા બાદ પ્રથમ કેસ વડોદરા શહેરમાં નોંધાયો હતો
  • મૌલવીએ મદદગારી કરી સક્રિયપણે ભાગ ભજવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું

વડોદરામાં મટનની લારી ચલાવતા મુસ્લિમ યુવકે શિક્ષિકા યુવતીને મોટો ટ્રાન્સપોર્ટર અને ખ્રિસ્તી હોવાની ઓળખ આપી વારંવાર દુષ્કર્મ આચરી અને લગ્ન બાદ ધર્માંતરણ અંગે ગોત્રી પોલીસ મથકે લવજેહાદ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં નિકાહ કરાવનાર હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં રહેલા મૌલવીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. નોંધનિય છે કે લવજેહાદનો કાયદો બન્યા બાદ લવજેહાદનો આ પ્રથમ કેસ વડોદરા શહેરમાં નોંધાયો હતો.

ગુનામાં જામીન આપે તો આ પ્રકારના આરોપીઓની હિંમત વધશેની દલીલ
ફરિયાદી તથા સરકાર તરફે સ્પે.એડિ. પી.પી. એ.બી.જોષીએ દલીલ કરી હતી કે, સમીરની જામીન અરજી વખતે ફરિયાદી અને તેની માતાએ અદાલત સમક્ષ બે સોગંદનામા રજૂ કર્યા હતા. જે ફરિયાદથી વિપરીત હતા. કહી શકાય કે ફરિયાદીને બળજબરી કે લોભ લાલચ આપી આ પ્રકારના સોગંદનામા કરાવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. આરોપી શેખ ઇસ્લામુદ્દીન મોહમ્મદ મુસા ( રહે - મસ્જિદ વાલી ગલી , હૂસેનીચોક, કલ્યાણ નગર, વડોદરા)એ ધર્મ પરિવર્તન અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગંભીર ગુનો આચર્યો છે. ગુનાના અન્ય આરોપીઓ વોન્ટેડ છે. આરોપીનું મૂળ વતન પશ્ચિમ બંગાળ હોય જામીનમુક્ત કરવાથી ટ્રાયલ દરમિયાન હાજર નહીં રહી કેસને નુકસાન પહોંચી શકે છે. આ ગંભીર પ્રકારના ગુનામાં જામીન આપવામાં આવે તો આ પ્રકારના આરોપીઓની હિંમત વધશે અને દુષિત માનસિકતા ધરાવતા આરોપીઓને છૂટોદોર મળશે.

પીડિતા હિન્દુ હોવાની જાણ હોવા છતાં નિકાહ કરાવ્યા હતા
સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે પીડિતા હિન્દુ જાતિની છે એવું જાણવા છતાં અરજદાર આરોપીએ કલ્યાણ નગર ખાતે આવેલી ગોસીયા મસ્જિદ ખાતે બે સાક્ષીઓ શેખ મહેબુબભાઇ અને શેખ ઈર્શાદ મોશાદભાઈની હાજરીમાં ફરિયાદીની મરજી વગર ફરીયાદીનું હિન્દુ નામ હોવાનું જાણવા છતાં મુસ્લિમ નામ સુહાનાબાનુ રાખી નિકાહ કરાવ્યો છે. ફરિયાદીને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ધર્મ પરિવર્તન માટે હાલના આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય દબાણપૂર્વક ફરીયાદીનું ધર્મ પરિવર્તન કરાવી મુખ્ય આરોપી સમીર કુરેશી સાથે નિકાહ કરાવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

મૌલવીએ પરવાનગી વિના દબાણ પૂર્વક પીડિતાનું ધર્માંતરણ કરાવ્યું
અરજદાર આરોપીએ પીડિતાને દબાણમાં લાવી મરજી વગર ધર્માંતરણ કર્યું હોવાનું અને નિકાહ કરવા માટે પીડિતાને દબાણ કરી અને મદદગારી પૂરી પાડી હોવાનું સ્પષ્ટ જણાય છે. આરોપીની મૌલવી (કાજી ) તરીકે કામગીરી હોય કોઈપણ જાતની પરવાનગી વિના દબાણ પૂર્વક પીડિતાનું ધર્માંતરણ કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાનું અને મદદગારી કરી સક્રિયપણે ભાગ ભજવ્યો હોવાનું હકીકત ધ્યાને રાખતા આરોપીએ ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો છે. સમાનતાના ધોરણે જામીન મુક્ત થવા અધિકાર ધરાવતાં નથી તેવું અદાલતનું સ્પષ્ટ માનવું છે.

બંને પક્ષોની દલીલો બાદ રેગ્યુલર જામીન અરજી નામંજૂર
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપીની બહેન, પિતા વિરુદ્ધ લગ્ન જીવન દરમિયાન બુરખો પહેરવા બાબતે ઝઘડો થયો હોવાનું રેકોર્ડ પર આવતાં આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે ચાર્જશીટ ફાઇલ થયા બાદની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.