તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:રેમડેસિવિરના કાળા બજાર કરનાર ડો.ધીરેન નાગોરાના જામીન નામંજૂર

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જામીન મંજૂર થશે તો ડોક્ટરોમાં અને સમાજમાં ખોટી છાપ પડશે
 • જામીન અપાશે તે તે ફરી ગુનાઓ આચરશે : સરકારી વકીલ

કોરોના મહામારી વચ્ચે રેમડેસીવીર ઈન્જેક્શનના કાળાબજાર કરનાર ડો.ધીરેન નાગોરાએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી. રેમડેસીવીરના કાળા બજાર કરનાર ડો.ધીરેન દલસુખભાઈ નાગોરા (ઉ.વ.41,રહે-ડી-84,પાવનધામ સોસાયટી)ને રેમડેસિવીર ઇન્જેકશન સાથે ઝડપી પાડ્યો હતો.

આ પ્રકરણમાં ડો.ધિરેન નાગોરાએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, અરજદાર ડોક્ટર છે અને ભગવાન બાદ ડોક્ટરની ગણના થાય છે ત્યારે લોકોની મજબુરીનો લાભ ઉઠાવી આર્થિક ફાયદા માટે રેમડેસિવીર ઇન્જેકશન ગેરકાયદેસર રીતે વેંચતાં ઝડપાયો છે એટલે અરજી નામંજૂર કરવી જોઇએ.અરજદારે ઇન્જેકશનના નાણાં ગુગલ પેથી ચૂકવ્યાં હોવાના પુરાવાઓ મળ્યાં છે અને જો જામીન અપાશે તે તે ફરી ગુનાઓ આચરશે અને સાહેદોને ફોડશે અને પુરાવાનો નાશ કરશે.

ગુનાની તપાસ ચાલુ છે અન્ય આરોપીને ઝડપી પાડવાના બાકી છે અને જો જામીન મંજૂર કરાશે તો અરજદાર વિદેશ ભાગી જાય અને ટ્રાયલને નૂકશાન પહોંચાડે તેવી પણ સંભાવના છે. જામીન મંજૂર થશે તો કર્મશીલ ડોક્ટરોમાં અને સમાજમાં ખોટી છાપ પડશે. કોર્ટે ડો.ધીરેન નાગોરાની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો