તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની હદમાં સમાવિષ્ટ થયેલા 7 ગામોમાં પાણી પૂરું પાડતા ટ્યુબવેલની મરામત કરવાનો વાર્ષિક 20 લાખનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે પણ વધુ છ મહિના માટે ઇજારો લંબાવવાની ભલામણ ફગાવી દેવામાં આવી છે.
હાલમાં શહેરને 50 કરોડ લિટરથી વધુ પાણી રોજનું પૂરું પડાઈ રહ્યું છે. આ સિવાય પાણી પુરવઠા વિભાગ હસ્તકની પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં તેમજ અન્ય સ્થળોએ મળી 75 ટ્યુબવેલ કાર્યરત છે. પાલિકાની હદમાં સમાવિષ્ટ 7 ગામોમાં પણ 34 ટ્યુબવેલ છે અને તેના કારણે કુલ ટયુબવેલની સંખ્યા 109 થાય છે. વેમાલી, સેવાસી, વડદલા, બિલ, ઉંડેરા, કરોળિયા સહિત 7 ગામો પાલિકાની હદમાં આવ્યા છે અને ત્યાં પાલિકાએ પાણી પહેલાં પાળ બાંધવાનું નક્કી કરી છે. જેના ભાગરૂપે આ સાત ગામોમાં પાણી પૂરું પાડતા ટ્યુબવેલના પમ્પ સેટ સહિતની મશીનરીની મરામત અને જાળવણી કરવા વાર્ષિક ઇજારો આપવા ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં રૂ.20 લાખના ખર્ચે જરૂર પડે છ મહિના માટે વધુ ઇજારો આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી.
જોકે, પાણી પુરવઠા વિભાગ અને વધુ છ મહિના ઇજારો લંબાવી આપવાની ભલામણ પર સ્થાયી સમિતિએ કાતર ફેરવી હતી અને ફક્ત એક વર્ષ માટે જ ઈજારો આપવા માટે મંજૂરી આપી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.