તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દિવસે દાંત ઘસવાનો પાઉડર વેચવાની આડમાં મકાનોની રેકી અને રાત્રે ચોરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવસે રેકી કરી રાતે ચોરી કરતી ગેેંગના બે ઝડપાયા. - Divya Bhaskar
દિવસે રેકી કરી રાતે ચોરી કરતી ગેેંગના બે ઝડપાયા.
  • મૂ‌ળ વડનગરના લક્ષ્મીપુરામાં રહેતા સિકલીગર ગેંગના 2 આરોપી ઝડપાયા

દિવસ દરમિયાન દાંત સાફ કરવાનો પાવડર વેચવાના બહાને બંધ મકાનોની રેકી કરી રાતે તે મકાનોમાં ચોરી કરતી સીકલીગર ગેંગના બે આરોપીની પીસીબીએ ધરપકડ કરી 7 ઘરફોડ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં દાંત સાફ કરવાનો ડોલો માઈન પાવડર વેચવાની ફેરી કરીને બંધ મકાનોની રેકી કરીને રાતે બંધ મકાનોમાં ચોરીઓ કરતાં હતા.

પીસીબીના પીઆઈ જે.જે.પટેલના જણાવ્યા અનુસાર, પીસીબીના એ.એસ.આઈ હરીભાઈ વિરમભાઈને બાતમી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલો સતપાલસિંગ કિરપાલસિંગ જુની (રહે-વડનગર, હાલ-લક્ષ્મીપુરા ગામ) તેના સાળા અર્જુનસિંગ જનસિંગ ટાંક (સીકલીગર) બંને દિવસ દરમિયાન બાઈક પર સવાર થઈ અલગ અલગ વિસ્તારોમાં દાંત સાફ કરવાનો ડોલો માઈન પાવડર વેચવાની ફેરી કરીને બંધ મકાનોની રેકી કરીને રાતે બંધ મકાનોમાં ચોરીઓ કરી રહ્યાં છે.

જ્યારે આ બંને હાલ બાઈક પર સોસાયટીઓમાં રેકી કરવા નિકળ્યાં હોવાની પણ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે અર્જુનસિંગ ટાંક અને સતપાલસિંગ જુનીને ઝડપીને તેમની પાસેથી ચાર મોબાઈલ અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમને લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 7 ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂા.20 હજારના ચાર મોબાઈલ,રૂા.12,500 રોકડા અને બાઈક મળી રૂા.78 હજારનો મુદ્દામાલ કબજે કરીને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યાં છે.

પીસીબીએ સીકલીગર ગેંગના મલીન્દરસિંગ કિરપાલસિંગ સીકલીગર (રહે-વડનગર) જગસિંગ સીકલીગર (રહે-લક્ષ્મીનગર ગામ, વડોદરા) અને કિરણકોર સતપાલસિંગ સીકલીગર (રહે-વડનગર)ને વોન્ટેડ જાહેર કર્યાં છે.

પોપટ પાના વડે મકાનનો નકૂચો તોડી ચોરી કરતા
ગેંગના આરોપીઓ દિવસ દરમિયાન દાંત સાફ કરવાનો ડોલો માઈન પાવડર વેચવાના બહાને સોસાયટીઓમાં બંધ મકાનોની રેકી કરતા હતા. જ્યારે રાત્રીના સમયે પોપટ પાના વડે મકાનોની જાળી, તાળા અને નકુચા તોડીને ચોરીઓ કરતા હતા.

સતપાલસિંગ સિકલીગર સામે 7 ગુના નોંધાયેલા છે
પીસીબીના જણાવ્યા અનુસાર, સતપાલસિંગ શીકલીગર સામે વાડી પોલીસ સ્ટેશનમાં 4 ગુના, નવાપુરા- 1, હિંમતનગર-1 અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં - 1 ગુનો નોંધાયેલો છે. એવું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીઓ રેકી કરવા નીકળ્યા ને પોલીસે ઝડપી પાડયા
​​​​​​​પીસીબીએ આરોપીની પૂછપરછ કરીને કુલ 7 ઘરફોડ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં ગોરવાના રામેશ્વર મંદિર પાછળ આવેલી સુર્યનગર સોસાયટી, સમતા અમૃતનગર સોસાયટી, લક્ષ્મીપુરાના શિવ ટેનામેન્ટ અને સ્વાતંત્રસેનાની નગર સોસાયટી, ગોરવાની જય સત્યનારાયણ સોસાયટીના મકાન નંબર 45, મુંજાલપાર્ક સોસાયટીમાં મકાન નંબર 11 અને ક્રિષ્ણા કોમ્પલેક્ષના પહેલા માળે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...