ઓનલાઇન પરીક્ષા:CBSEમાં શિક્ષક બનવા માટે 24મી રજિસ્ટ્રેશન સુધી કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CBSEમાં શિક્ષક બનવા માટે 24મી રજિસ્ટ્રેશન સુધી કરાશે
  • ​​​​​​​16 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન પરીક્ષા લેવાશે

સીબીએસઇ સ્કૂલમાં શિક્ષક બનવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 24 નવેમ્બર સુધી થશે. 16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 31 જાન્યુઆરી સુધી ચાલશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સંલગ્ન શાળાઓમાં શિક્ષક બનવા માટે ડિસેમ્બરથી લેવામાં આવનારી ઓનલાઈન પરીક્ષા માટે સોમવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.

સીબીએસઇ દ્વારા લેવામાં આવનારી સી-ટેટની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લેવાનું આયોજન કરાયું છે. પરીક્ષાની તારીખો ઉમેદવારોને હોલ ટિકિટ પર જાહેર કરાશે તેના આધારે ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. સીબીએસઇ શાળાઓમાં ધો.1 થી 5 માં શિક્ષક બનવા માટે પેપર-1ની પરીક્ષા લેવામાં આવશે. ધો.6 થી 8માં શિક્ષક બનવા માટે પેપર-2ની પરીક્ષા આપવાની રહેશે.

સીટેટ શહેરની ક્ષમતાની ઉપલબ્ધતાના આધારે ફાળવણી કરવામાં આવશે. જેથી શહેરનો વિકલ્પ માત્ર ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે વહેલા તે પહેલાના આધારે રહેશે. ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ ફી ભરી ફોર્મ સબમીટ કરશે તેને શહેરની ઉપલબ્ધતાના આધારે પરીક્ષા માટે શહેરની ફાળવણી કરાશે. પરીક્ષા માટે જનરલ કેટેગરી અને ઓબીસી કેટગરી માટે એક પેપરની પરીક્ષા માટે 1 હજાર અને બંને પેપરની પરીક્ષા માટે રૂ. 1200 ફી રખાઈ છે. એસસી-એસટી કેટેગરી માટે એક પેપરની ફી 500 અને બંને પેપરની ફી રૂ. 600 છે.

અન્ય સમાચારો પણ છે...