તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE મેઇન:એપ્રિલ-મે માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે 5 એપ્રિલ સુધી ફી જમા કરાવી શકાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેઇઇ મેઇન 4 સેશનમાં યોજાશે, જે પૈકી હજી સુધી 2 સેશન પૂરા થઇ ગયાં છ

જેઇઇ મેઇનની એપ્રિલ-મેની પરીક્ષા માટે એનટીએ દ્વારા રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરાઈ છે. આ વખતે જેઇઇ મેઇન 4 સેશનમાં યોજાવાની છે, જેમાંથી 2 સેશન પૂરા થઇ ગયાં છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એપ્રિલ અને મેમાં થનારી ત્રીજા ફેઝની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. આ વિશે એનટીએએ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. પરીક્ષા માટે એપ્લિકેશન પ્રોસેસ પહેલેથી શરૂ થઈ ગઈ છે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઉમેદવાર 5 એપ્રિલ સુધી ફી જમા કરાવી શકે છે.

એનટીએના નોટિફિકેશન પ્રમાણે એપ્રિલમાં માત્ર પેપર-1 એટલે કે બીઇ/બીટેક કોર્સિસ માટે પરીક્ષા યોજાશે. આ કોર્સમાં એડમિશન લેવા માટે ઈચ્છુક ઉમેદવાર એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇનના પેપર 1માં સામેલ થશે. પેપર 2-એ બીઆર્ક અને 2-બી પ્લાનિંગ માટે એન્ટ્રન્સ એક્ઝામ મે સેશનમાં યોજાશે.

આ વખતે જેઇઇ મેઇનની પરીક્ષા 4 સેશનમાં યોજાશે. ત્રીજા સેશનની પરીક્ષા 27, 28, 29 અને 30 એપ્રિલે યોજાશે. જ્યારે ચોથા ફેઝની પરીક્ષા મે મહિનામાં 24, 25, 26, 27 અને 28મેના રોજ યોજાશે. આ પહેલાં એજન્સીએ બુધવારે રાતે માર્ચ સેશનમાં યોજાનાર જેઇઇ મેઈન એક્ઝામનું પરિણામ જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો