તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વિદેશ જતા લોકો માટે આજથી બીજા ડોઝનું રજિસ્ટ્રેશન શરૂ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • વિદેશ જનારા માટે બીજો ડોઝ 84ને બદલે 28 દિવસે મૂકાશે
  • વીએમસીની લિંક પર ડોક્યૂમેન્ટ અપલોડ કરવા પડશે

વિદેશ જનારા માટે કોરોના રસીનો બીજો ડોઝ લેવા માટે શનિવાર મધ્ય રાત્રિથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જે માટે કોર્પોરેશનની વેબસાઈટની લિંક પર ડોક્યૂમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસી લેનાર વ્યક્તિને એસએમએસથી સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વિદેશ જનારા લોકો માટે રસીકરણનો બીજો ડોઝ 84 દિવસને બદલે 28 દિવસે આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી, રસી મુકાવવા આવનારે પોતાની સાથે તમામ ઓરિજિનલ ડોક્યૂમેન્ટ લાવવાના રહેશે.

3 દિવસથી સતત ઘટી રહેલું રસીકરણ, શુક્રવારે માત્ર 11 હજારને રસી મૂકાઇ
શહેરમાં ત્રણ દિવસથી રસીકરણના આંકડા ઘટી રહ્યા છે, સપ્તાહથી 18 હજાર લોકોને રસી મૂકાતી હતી, જે બુધવારથી સતત ઘટી રહ્યું છે બુધવારે 16 હજાર, ગુરુવારે 12 હજાર, અને શુક્રવારે માત્ર 11,008 લોકોએ રસી મુકાવી હતી. અત્યાર સુધીમાં કુલ 3,14,041 લોકોએ રસી મુકાવી છે. 45 વર્ષથી ઉપરના લોકોમાં માત્ર 251 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.જિલ્લામાં 18 પ્લસમાં 4,312ને રસી મૂકાઇ હતી.

100 લોકો ભેગા થશે ત્યારે રસી મૂકાશે
મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, વિદેશ જનાર આ માટે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાનો છે. 5 તારીખ મધ્ય રાત્રિએ માત્ર રજિસ્ટ્રેશન શરૂ થશે. 100 લોકો ભેગા થશે ત્યારે રસીકરણ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...