ભાસ્કર વિશેષ:MSUમાં પ્રવેશ માટે 57,316 હજાર વિદ્યાર્થીઓનું રેકર્ડબ્રેક રજિસ્ટ્રેશન, કોમર્સમાં જ 16 હજારથી વધુ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 49,848 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યાં, 5,136 વિદ્યાર્થીએ માર્કશીટ અપલોડ ન કરતાં સમય અપાયો

એમ.એસ. યુનિવર્સિટીમાં 57,316 વિદ્યાર્થીઓનું રેર્કડ બ્રેક રજિસ્ટ્રેશન થયું છે. 49,848 વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફોર્મ ભર્યાં છે. જ્યારે 5,136 વિદ્યાર્થીઓએ માર્કશીટ અપલોડ ન કરતાં તેમને સમય અપાયો છે. મ.સ. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને 16 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક 50 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 49,848 વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફોર્મ ભર્યાં છે. ચાલુ વર્ષે ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેના પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે.

જેથી હવે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીમાં ગત વર્ષે 45 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. જોકે ચાલુ વર્ષે રેકર્ડ બ્રેક 50 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. કોમર્સ ફેકલ્ટીમાં 16,965 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે, જ્યારે સોશિયલ વર્કમાં 150 બેઠકો સામે 1690 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં છે. જે વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરાયાં છે તેમાંથી 8 હજાર જેટલા વિદ્યાર્થીઓએ માર્કશીટ અપલોડ કરી નથી. જેના કારણે આ વિદ્યાર્થીઓને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી હતી અને માર્કશીટ અપલોડ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે.

કઇ ફેકલ્ટીમાં કેટલી એપ્લિકેશન?

ફેકલ્ટીઅરજી
આર્ટસ4571
કોમર્સ16,965
એજ્યુ. સાઇકોલોજી2592
હોમ સાયન્સ2155
ફાઇન આર્ટસ2141
જર્નાલિઝમ459
લો2523
મેનેજમેન્ટ164
મેડિસીન87
પર્ફોર્મિંગ આર્ટસ518
સાયન્સ14,237
સોશિયલ વર્ક1690
ટેક્નોલોજી1746
અન્ય સમાચારો પણ છે...